અધ્યાય-૯ ][ ૮૧
અર્થ : — મૂઢ જીવો, મોહને લીધે પ્રતિક્ષણ પર દ્રવ્યોને તો
યાદ કરે છે, પરંતુ મોક્ષ માટે ચિદાનંદરૂપ પોતાને કદાપિ યાદ કરતા
નથી. ૧૮.
मोह एव परं वैरी नान्यः कोऽपि विचारणात् ।
ततः स एव जेतव्यो बलवान् धीमताऽऽदरात् ।।१९।।
મોહ એ જ શત્રુ બલવન્તો, વિચારતાં નહિ અન્ય મહાન;
માત્ર એ જ જય કરવો યત્ને, ધાીમંતે થઇ અતિ બલવાન. ૧૯.
અર્થ : — મોહ એ જ મોટો વેરી છે, વિચાર કરતાં બીજો કોઈ
પણ નથી, (માટે) બુદ્ધિમાને તે જ બળવાનને પ્રયત્ન કરીને જીતવા યોગ્ય
છે. ૧૯.
भवकूपे महामोहपंकेऽनादिगतं जगत् ।
शुद्धचिद्रूपसद्धयानरज्जवा सर्वं समुद्धरे ।।२०।।
અનાદિથી ભવકૂપે ખૂંચ્યું જગત મોહ કાદવ મોIાર;
નિર્મલ ચિદ્રૂપ ધયાન રજ્જુએ એ સઘાળાનો કરું ઉદ્ધાર. ૨૦.
અર્થ : — સંસારરૂપ કૂવામાં, મહામોહરૂપ કાદવમાં અનાદિથી
પડેલા સર્વ જગતને શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ દોરડા વડે સારી રીતે
બહાર કાઢું. ૨૦.
शुद्धचिद्रूपसद्धयानादन्यत्कार्यं हि मोहजं ।
तस्माद् बंधस्ततो दुःखं मोह एव ततो रिपुः ।।२१।।
નિર્મલ ચિદ્રૂપ ધયાન વિના જે અવર કાર્ય તે મોહજનિત;
તેથી બંધાન ને દુઃખ તેથી મોહ શત્રુ ગણ તેથી ખચિત. ૨૧.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી બીજું કામ ખરેખર
મોહજન્ય છે, તેથી બંધ થાય છે, તેથી દુઃખ થાય છે માટે મોહ જ શત્રુ
છે. ૨૧.