૮૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — જ્યાં સુધી મનુષ્યમાં મોહ બળવાન છે અને દીર્ઘ-
સંસારીપણું પણ છે, ત્યાં સુધી શુદ્ધ ચિદ્રૂપમાં અત્યંત નિશ્ચળ રુચિ થતી
નથી. ૧૬.
अंधे नृत्यं तपोऽज्ञे गदविधिरतुला स्वायुषो वाऽवसाने
गीतं बाधिर्ययुक्ते वपनमिह यथाऽप्यूषरे वार्यतृष्णे ।
स्निग्धे चित्राण्यभव्ये रुचिविधिरनघः कुंकुमं नीलवस्त्रे
नात्मप्रीतौ तदाख्या भवति किल वृथा निः प्रतीतौ सुमंत्रः ।।१७।।
નૃત્ય નકામું અંધા પાસ, તપ અજ્ઞાનીનું ગણ વિપરીત,
વ્યર્થ ઔષધિા આયુષ્ય અંતે, બહેરા આગળ સુર સંગીત;
ઉખર ભૂમિમાં બી શું વાવે ? તૃષા નહિ ત્યાં જળ શું કામ ?
કથન અભવિને ધાર્મરુચિનું, ચીકણી વસ્તુ પર ચિત્રામ;
કાળા વસ્ત્રે રંગ ન બેસે, મંત્ર ફળે ના વિણ શ્રદ્ધાન,
આત્મામાં પ્રીતિ નહિ જેને, શું તેની પાસે આખ્યાન ? ૧૭.
અર્થ : — આ લોકમાં જેમ આંધળા આગળ નૃત્ય, અજ્ઞાનીમાં
તપ, પોતાના આયુષ્યના અંતે અતુલ ઔષધપ્રયોગ, બહેરા મનુષ્ય પાસે
ગાયેલું ગીત અને ઉખર જમીનમાં બીની વાવણી, તરસ્યો ન હોય તેની
આગળ ધરેલું પાણી, ચીકણી વસ્તુ ઉપર ચિત્રો, અભવ્ય પાસે ધર્મની
રુચિનું કથન, નીલરંગના વસ્ત્રો ઉપર કંકુનો રંગ, શ્રદ્ધાહીનને (આપેલ)
ઉત્તમ મંત્ર ખરેખર નકામો જાય છે, તેવી રીતે આત્મામાં જેને પ્રેમ નથી
એવા મનુષ્ય પાસે તેની કથા નિષ્ફળ જાય છે. ૧૭.
स्मरंति परद्रव्याणि मोहान्मूढाः प्रतिक्षणं ।
शिवाय स्वं चिदानंदमयं नैव कदाचन ।।१८।।
પરદ્રવ્યોને ક્ષણ ક્ષણ સમરે મોહમૂઢ થઇ જીવ સદાય,
ચિદાનંદમય નિજ ચિદ્રૂપને મોક્ષાર્થે ના સ્મરે કદાય. ૧૮.