અધ્યાય-૯ ][ ૭૯
પરદ્રવ્યોની સતત ચિંતના, કરી મોહવશ અહો ! અપાર !
ભમ્યો પૂર્વથી આ ભવ સુધાી હું, જગત જીવ પણ મુજ અનુસાર;
ચિદાનંદ મંદિર નિજદ્રવ્યે, જે વિહરે કરીને પરત્યાગ,
આતમરામી પુરુષ હવે હું, ચિત્ત ધારું કરી પ્રેમ અથાગ. ૧૩.
અર્થ : — અહો! મોહને વશ થઈને હું પરદ્રવ્યમાં સતત ચિંતા
કરતાં પૂર્વથી માંડીને આ ભવપર્યંત ભટક્યો અને મોહને વશ થઈને
જગત પણ તે પ્રકારે ભટક્યું. ખરેખર જે પરદ્રવ્યથી મુક્ત થઈને ચૈતન્ય
આનંદના ધામ એવા નિજ આત્મદ્રવ્યમાં વિહાર કરે છે, તે પુરુષને હવે
હું ચિત્તમાં ધારણ કરું છું. ૧૩.
हित्वा यः शुद्धचिद्रूपस्मरणं हि चिकीर्षति ।
अन्यत्कार्यमसौ चिंतारत्नमश्मग्रहं कुधीः ।।१४।।
स्वाधीनं च सुखं ज्ञानं परं स्यादात्मचिंतनात् ।
तन्मुक्त्वाः प्राप्तुमिच्छंति मोहतस्तद्विलक्षणं ।।१५।।
નિર્મળ ચિદ્રૂપ સ્મરણ તજીને, અન્ય કાર્ય કરવા મન થાય,
તજી ચિંતામણિ તે દુર્બુદ્ધિ, પથ્થર ગ્રહવાને લલચાય;
સુખ સ્વાધાીન વર જ્ઞાન અનંતું, આત્મચિંતનાથી પ્રગટાય,
તે છોMીને મોહવશે, જીવ તેનાથી વિપરીત દુઃખ ચહાય. ૧૪-૧૫.
અર્થ : — જે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ તજીને અન્ય કાર્યને કરવા ઇચ્છે
છે, તે દુર્બુદ્ધિ ચિંતામણિ રત્ન તજીને પથ્થરનું ગ્રહણ કરવા ચાહે છે. ૧૪.
આત્મચિંતનથી સ્વાધીન સુખ અને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય છે. મોહથી
તે તજીને તેનાથી વિપરીત મેળવવા જીવ ઇચ્છે છે. ૧૫.
यावन्मोहो बली पुंसि दीर्घसंसारतापि च ।
न तावत् शुद्धचिद्रूपे रुचिरत्यंतनिश्चला ।।१६।।
મોહ હોય બલવાન જીવને ને જો દીર્ધા હજુ સંસાર,
તો ત્યાં સુધાી નિશ્ચલરુચિ જાગે નહિ નિર્મલ ચિદ્રૂપ મોIાર. ૧૬.