૭૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરમાર્થે નહિ બદ્ધ બેMીથી, પણ બંધાાયા દ્રઢ પાશે,
શુકવત્ કે મર્કટમુષ્ટિવત્ અહો ! ગૃહસ્થો મોહવશે. ૧૧.
અર્થ : — ગૃહસ્થ મોહવશે પોપટની માફક ભયંકર પાશથી
અથવા વાંદરાની મૂડીની જેમ બંધાયેલો છે, છતાં તે પરમાર્થે બંધાયેલો
નથી. ૧૧.
श्रद्धानां पुस्तकानां जिनभवनमठांतेनिवास्यादिकानां
कीर्त्तेरक्षार्थकानां भुवि झटिति जनो रक्षणे व्यग्रचितः ।
यस्तस्य क्वात्मचिंता क्व च विशदमतिः शुद्धचिद्रूपकाप्तिः
क्व स्यात्सौख्यं निजोत्थं क्व च मनसि विचिंत्येति कुर्वंतु यत्नं ।।१२।।
ધાર્મ કાર્ય પુસ્તક જિનમંદિર આશ્રમવાસ સુકીર્તિ ચહે,
તેનાં રક્ષણમાં તત્પર જીવ જગમાં નિત્ય ઉપાધિા વહે;
એમ જનોનાં વ્યગ્ર ચિત્ત ત્યાં આત્મચિંતના કાાં થાયે ?
મતિ નિર્મળતા ભેદજ્ઞાન કે ચિદ્રૂપ કદી ન પ્રગટાયે,
તો તે વિણ નિજ સ્વાત્મિક સુખનો કાાં આસ્વાદ કદી આવે ?
એમ વિચારી જન અતિ યત્ને મનમાં ચિદ્રૂપને ધયાવે. ૧૨.
અર્થ : — જગતમાં સંઘ સમુદાયના, પુસ્તકોના, જિનમંદિર, મઠ,
અંતેવાસી શિષ્ય આદિના, કીર્તિની રક્ષાના હેતુના રક્ષણ કરવામાં જે જીવો
શીઘ્ર વ્યાકુળ મનવાળા હોય છે તેને આત્મચિંતન ક્યાંથી હોય? નિર્મળ
મતિ ક્યાંથી હોય? શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી હોય? અને આત્માથી
ઉત્પન્ન થતું સુખ પણ ક્યાંથી હોય? એમ મનમાં વિચારીને પુરુષાર્થ
કરો. ૧૨.
अहं भ्रांतः पूर्वं तदनु च जगत् मोहवशतः
परद्रव्ये चिंतासततकरणादाभवमहो ।
परद्रव्यं मुक्त्वा विहरति चिदानंदनिलये
निजद्रव्ये यो वै तमिह पुरुषं चेतसि दधे ।।१३।।