અધ્યાય-૯ ][ ૭૭
कीर्तिं वा पररंजनं खविषयं केचिन्निजं जीवितं
संतानं च परिग्रहं भयमपि ज्ञानं तथा दर्शनं ।
अन्यस्याखिलवस्तुनो रुगयुतिं तद्धेतुमुद्दिश्य च
कर्युः कर्म विमोहिनो हि सुधियश्चिद्रूपलब्ध्यै परं ।।९।।
વિષયો, પરરંજન, યશપ્રાપ્તિ, નિજ જીવન રક્ષા કરવા,
પુત્ર પરિગ્રહ પ્રાપ્તિ કાજે કિંવા દર્શન જ્ઞાન થવા;
ભય વ્યાધિા પરિહરવા અથવા સર્વ અન્ય વસ્તુ અર્થે,
કરે કર્મ મોહી જીવ કિન્તુ પ્રાજ્ઞ કરે સૌ આત્માર્થે. ૯.
અર્થ : — કેટલાક મોહી જીવો કીર્તિને, પરરંજનને, ઇન્દ્રિયના
વિષયને, પોતાના જીવનને, સંતાન અને પરિગ્રહને, ભયને, જ્ઞાન તથા
દર્શનને, અન્ય વસ્તુની પ્રાપ્તિને, રોગના વિયોગને અને તેના હેતુને
ઉદ્દેશીને કાર્ય કરતા હોય છે, પરંતુ ખરેખર બુદ્ધિમાનો ચિદ્રૂપની પ્રાપ્તિ
માટે કાર્ય કરે (છે). ૯.
कल्पेशनागेशनरेशसंभवं चित्ते सुखं मे सततं तृणायते ।
कुस्त्रीरमास्थानकदेहदेहजात् सदेतिचित्रं मनुतेऽल्पधीः सुखं ।।१०।।
સર્વ નરેન્દ્ર ચક્રવર્ત્યાદિક કે ધારણેન્દ્ર સુરેન્દ્રતણાં,
દિવ્ય સુખો તૃણ તુલ્ય નિરંતર, ભાસે મુજને તુચ્છ ઘાણાં;
કાંતા કનક ભૂમિ ગૃહ તનકે તનયાદિ દુઃખરુપ બધાાં,
છતાં અલ્પબુદ્ધિ સુખરુપ તે માને એ આશ્ચર્ય સદા. ૧૦.
અર્થ : — મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઇન્દ્રને, નાગેન્દ્રને,
નરેન્દ્રને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુચ્છ લાગે છે, અલ્પ
બુદ્ધિમાન હંમેશાં ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, ઘર, શરીર, પુત્રથી સુખ માને છે;
એ આશ્ચર્યકારક છે. ૧૦.
न बद्धः परमार्थेन बद्धो मोहवशाद् गृही ।
शुकवद् भीमपाशेनाथवा मर्कटमुष्टिवत् ।।११।।