૭૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अन्ये येऽपि यथैव संति हि तथैवार्थाश्च तिष्ठंति ते
तच्चिंतामिति मा विधेहि कुरु ते शुद्धात्मनश्चिंतनं ।।७।।
ધાર્મ ઉન્નતિ કે નાશાદિ કાલ પ્રમાણે થયા કરે,
£ન્દ્રિય સુખ દુઃખ સૌ નિજપરનાં પૂર્વ ઉપાર્જિત કર્મ ખરે;
અન્ય પદાર્થો પણ જે જેવા તે તેવા જ રહે ત્યારે,
ચિંતા વ્યર્થ તજી તેની કર શુદ્ધ આત્મ-ચિંતન પ્યારે. ૭.
અર્થ : — જેમ કાળને ગમે છે તેમ ધર્મનો ઉદ્ધાર વિનાશ આદિ
(તે) કરે છે. પોતાનું અને અન્યનું ઉત્તમ ઇન્દ્રિયજનિત સુખ-દુઃખ (મળે
છે તે) પૂર્વે ઉપાર્જેલું કર્મ જ છે, બીજા પદાર્થો પણ જે જેમ છે તે તેમ
જ રહે છે, માટે આવી (સ્વ-પર સંયોગી પદાર્થોને ફેરવવાની) ચિંતા ન
કર. (ફક્ત) તારા શુદ્ધ આત્માનું ચિંતન (તું) કર. ૭.
दुर्गंधं मलभाजनं कुविधिना निष्पादितं धातुभि-
रंगं तस्य जनैर्निजार्थमखिलैराख्या धृता स्वेच्छया ।
तस्याः किं मम वर्णनेन सतत किं निंदनेनैव च
चिद्रूपस्य शरीरकर्मजनिताऽन्यस्याप्यहो तत्त्वतः ।।८।।
અશુભ કર્મકૃત સાત ધાાતુમય મલભાજન દુર્ગંધા ભર્યું,
આ તન, તેનું વર્ણન સૌએ સ્વાર્થ કાજ સ્વેચ્છિત કર્યું;
તે વર્ણન સ્તુતિ કે નિન્દાનું, કાંઇ પ્રયોજન શું મારે ?
શરીર કર્મકૃત સર્વવિકારો, જM, મુજ ચિદ્રૂપ ભિન્ન ખરે. ૮.
અર્થ : — શરીર દુર્ગંધવાળું, મલનું સ્થાન, સાત ધાતુ વડે અશુભ
કર્મે રચેલું છે, સર્વ જનોએ તેની કથા પોત – પોતાના સ્વાર્થ માટે પોતાની
કલ્પના પ્રમાણે કરી છે. પણ અહો! નિશ્ચયથી (તત્ત્વદ્રષ્ટિએ) શરીર, કર્મ
અને તેનાથી થતા સર્વ વિકારોથી ભિન્ન ચિદ્રૂપ એવા મને તેના (તે
પ્રશંસાના) સતત વર્ણનથી અને નિંદાથી શું પ્રયોજન છે? ૮.