અધ્યાય-૯ ][ ૭૫
चेतनाचेतने रागो द्वेषो मिथ्यामतिर्मम ।
मोहरूपमिदं सर्वंचिद्रूपोऽहं हि केवलः ।।४।।
જM ચેતનરુપ સર્વ અન્યમાં રાગ-દ્વેષ મિથ્યામતિ તે,
એ સૌ મોહરુપ હું કેવલ ચિદ્રૂપ તેથી સ્મરું અતિ તે. ૪.
અર્થ : — ચેતન અને જડ પદાર્થોમાં રાગ અને દ્વેષ (કરવા તે)
મારી મિથ્યાબુદ્ધિ છે; આ બધું મોહનું સ્વરૂપ છે, હું કેવળ ચિદ્રૂપ જ
છું. ૪.
देहोऽहं मे स वा कर्मोदयोऽहं वाप्यसौ मम ।
कलत्रादिरहं वा मे मोहोऽदश्चिंतनं किल ।।५।।
શરીર હું છું; તે મારું છે, કર્મ ઉદય હું, તે મારો,
સ્ત્રી આદિકમાં હું મારું, એ ચિંતન જાણો મોહ ખરો. ૫.
અર્થ : — હું શરીર છું, અથવા તે મારું છે, હું કર્મનો ઉદય છું,
અથવા તે પણ મારો છે, સ્ત્રી આદિ હું છું અથવા તે મારાં છે. આવું
ચિંતન (કરવું તે) ખરેખર મોહ છે. ૫.
तज्जये व्यवहारेण संत्युपाया अनेकशः ।
निश्चयेनेति मे शुद्धचिद्रूपोऽहं स चिंतनं ।।६।।
તે જય કરવા કાજ ઉપાયો છે બહુવિધિા વ્યવહાર કહે;
હું નિર્મલ ચિદ્રૂપ, તે મારું, ચિંતન નિશ્ચય એ જ ગ્રહે. ૬.
અર્થ : — તેના જયમાં વ્યવહારથી અનેક ઉપાયો છે (પણ)
નિશ્ચયથી ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’, ‘તે જ મારું છે’, એવું ચિંતન એ એક
જ ઉપાય છે. ૬.
धर्मोद्धारविनाशनादि कुरुते कालो यथा रोचते
स्वस्यान्यस्य सुखासुखं वरखजं कर्मैव पूर्वार्जितं ।