અધયાય ૯ મો
[શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનને માટે મોહત્યાગની આવશ્યકતા]
अन्यदीया मदीयाश्च पदार्थाश्चेतनेतराः ।
एतेऽदश्चिंतनं मोहो यतः किंचिन्न कस्यचित् ।।१।।
જM ચેતનરુપ સર્વ પદાર્થો, એ મારા કે અન્યતણા;
એવું ચિંતન મોહમાત્ર છે, જહાં કોઇનું કિંચિત્ ના. ૧.
અર્થ : — આ ચેતન તથા જડપદાર્થો મારા તથા અન્યના છે,
આવું ચિંતવન તે મોહ છે, કારણ કે કાંઈ પણ કોઈનું ય નથી. ૧.
दत्तो मानोऽपमानो मे जल्पिता कीर्त्तिरुज्ज्वला ।
अनुज्ज्वलापकीर्त्तिर्वा मोहस्तेनेति चिंतनं ।।२।।
માન મªયું અપમાન થયું મુજ, ઉજ્જ્વલ યશ ફેલ્યો આજે,
મુજ અપયશ આણે વિસ્તાર્યો, મોહ ચિંતના એ ગાજે. ૨.
અર્થ : — તેણે મારું માન કે અપમાન કર્યું, મારો ઉજ્જ્વળ યશ
અથવા મલિન અપયશ ફેલાવ્યો; આ પ્રકારનું ચિંતન કરવું તે મોહ
છે. ૨.
किं करोमि क्व यामीदं क्व लभेय सुखं कृतः ।
किमाश्रयामि किं वच्मि मोहचिंतनमीदृशं ।।३।।
શું કરું? કાાં જ.? આ કાાં પામું ? સુખ કાાંથી? એ વિકલ્પ ઘાણા,
રહુ આશ્રયે કોના કહું શું ? એ સૌ ચિંતન મોહતણાં. ૩.
અર્થ : — (હું) શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી આ પામું? (મને)
ક્યાંથી સુખ મળે? (મળશે) કોનો આશ્રય કરું? (હું) શું બોલું? આવા
પ્રકારનું ચિંતન (પણ) મોહ છે. ૩.