અધ્યાય-૮ ][ ૭૩
અર્થ : — જેમ ગરુડ પાસે આવી પહોંચતાં સર્પો ચંદનવૃક્ષને
છોડીને જતાં રહે છે તેમ ભેદજ્ઞાનની પ્રાપ્ત થતાં દેહ, કર્મ આત્માને
છોડીને દૂર થઈ જાય છે. ૨૧.
भेदज्ञानबलात् शुद्धचिद्रूपं प्राप्य केवली ।
भवेद्देवाधिदेवोऽपि तीर्थकर्त्ता जिनेश्वरः ।।२२।।
ભેદ જ્ઞાનનારે બલથી પામીને, કેવલી ચિદ્રૂપ શુદ્ધ,
તીર્થંકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવોના પ્રસિદ્ધ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૨.
અર્થ : — ભેદજ્ઞાનના બળથી જીવ શુદ્ધ ચિદ્રૂપને પામીને
કેવળજ્ઞાની, તીર્થંકર, જિનેશ્વર અને દેવાધિદેવ પણ થાય છે. ૨૨.