૭૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ભેદજ્ઞાનરુપ ચક્ષુ અપૂર્વથી, યોગી જુવે સાક્ષાત્,
સિદ્ધિક્ષેત્રે રે તેમ શરીરમાં, ચિદ્રૂપ કર્મો રહિત;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૮.
અર્થ : — ભેદવિજ્ઞાનરૂપ નેત્રથી યોગી સિદ્ધસ્થાનમાં અથવા
શરીરમાં કર્મરહિત શુદ્ધચિદ્રૂપને સાક્ષાત્ જુવે છે. ૧૮.
मिलितानेकवस्तूनां स्वरूपं हि पृथक् पृथक् ।
स्पर्शादिभिर्विदग्धेन निःशंकं ज्ञायते यथा ।।१९।।
तथैव मिलितानां हि शुद्धचिद्देहकर्मणां ।
अनुभूत्या कथं सद्भिः स्वरूपं न पृथक् पृथक् ।।२०।।युग्मं।।
ભેગી મળેલી રે વસ્તુ ઘાણી છતાં, ભિન્નરુપે ઓળખાય,
પ્રવીણ પુરુષને રે સ્પર્શાદિકથી, જેમ તે જુદી ગ્રહાય;
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૯.
તેમ મળેલાં રે કર્મ, શરીર ને નિર્મળ ચિદ્રૂપ છતાં ય,
અનુભવથી કેમ ભિન્ન વિભિન્ન તે, સંતોને ન જણાય ?
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૦.
અર્થ : — જેમ ચતુર પુરુષ ભેગી મળેલી અનેક વસ્તુઓનું સ્વરૂપ
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વડે જુદું જુદું નિશ્ચયથી જાણી લે છે, તેવી
જ રીતે ભેગા મળેલાં શુદ્ધ આત્મા અને દેહ, કર્મ આદિનું સ્વરૂપ
સત્પુરુષો અનુભૂતિ દ્વારા ભિન્ન-ભિન્ન કેમ ન જાણી લે? (અવશ્ય જાણે
જ) ૧૯-૨૦.
आत्मानं देहकर्माणि भेदज्ञाने समागते ।
मुक्त्वा यांति यथा सर्पा गरुडे चंदनद्रुमं ।।२१।।
ગરુM જુવે ત્યાં રે ચંદન તરુ તજી, સર્પ સમૂહ જ્યમ પલાય,
ભેદવિજ્ઞાને રે કર્મ શરીર તેમ, આત્માથી દૂર થાય.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૧.