અધ્યાય-૮ ][ ૭૧
लब्धा वस्तुपरीक्षा च शिल्पादि सकला कला ।
वह्वी शक्तिर्विभूतिश्च भेदज्ञप्तिर्न केवला ।।१५।।
વસ્તુ પરીક્ષા રે શિલ્પકળાદિમાં નિપુણ થયો બહુ વાર,
શકિત વિભૂતિ રે બહુ લહી; માત્રના ભેદજ્ઞપ્તિ કોઇ વાર.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૫.
અર્થ : — વસ્તુની પરીક્ષા શિલ્પ આદિ સર્વ કળા તેમ જ બહુ
શક્તિ અને વિભૂતિ (આ જીવને) મળી છે, માત્ર ભેદજ્ઞાન પ્રાપ્ત થયું
નથી. ૧૫.
चिद्रूपच्छादको मोहरेणुराशिर्नं बुध्यते ।
क्व यातीति शरीरात्मभेदज्ञानप्रभंजनात् ।।१६।।
આત્મ શરીરના રે ભેદવિજ્ઞાનરુપ, વાયુ બળે કાાંય જાય,
મોહરેણુ ચય ચિદ્રૂપ ઢાંકતો, તે તો જરી ના જણાય,
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૬.
અર્થ : — શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ પવનથી,
ચૈતન્યસ્વરૂપ આવરણ કરનાર (ઢાંકનાર) મોહકર્મનાં પરમાણુનો સમૂહ
ક્યાં ઊડી જાય છે, તેની ખબર પડતી નથી. ૧૬.
भेदज्ञानं प्रदीपोऽस्ति शुद्धचिद्रूपदर्शने ।
अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ।।१७।।
તિમિર અનાદિ રે જે મહામોહનું, છેદે એ બળવાન,
નિર્મલ ચિદ્રૂપ દર્શન હેતુ એ, ભેદજ્ઞપ્તિ દીપ જાણ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૧૭.
અર્થ : — ભેદજ્ઞાન શુદ્ધચિદ્રૂપના દર્શનમાં અને અનાદિના
મહામોહરૂપ અંધકારને છેદવામાં દીપક છે. ૧૭.
भेदविज्ञाननेत्रेण योगी साक्षादवेक्षते ।
सिद्धस्थाने शरीरे वा चिद्रूपं कर्मणोज्झितं ।।१८।।