૭૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
स्वकीयं शुद्धचिद्रूपं भेदज्ञानं विना कदा ।
तपःश्रुतवतां मध्ये न प्राप्तं केनचित् क्वचित् ।।११।।
क्षयं नयति भेदज्ञश्चिद्रूपप्रतिघातकं ।
क्षणेन कर्मणां राशिं तृणानां पावको यथा ।।१२।।
સ્વકીય શુદ્ધચિદ્રૂપની પ્રાપ્તિ, તપ કે શ્રુત અભ્યાસી જનો,
કોઇ કાાંય પણ કદી ન લહે વિણ ભેદજ્ઞાન, શ્રમ વ્યર્થ ગણો;
તૃણરાશિને અગ્નિ દહે તેમ ભેદજ્ઞાની ક્ષણમાં કરતા,
ચિદ્રૂપઘાાતક કર્મસમૂહનો નાશ, સ્વરુપ મુકિત વરતા. ૧૧-૧૨.
અર્થ : — તપ અને શાસ્ત્રજ્ઞાનીઓમાંથી કોઈએ ભેદજ્ઞાન વિના,
નિજ શુદ્ધ ચિદ્રૂપની ક્યાંય, કદી પણ પ્રાપ્તિ કરી નથી. ૧૧.
ભેદજ્ઞાની, જેમ અગ્નિ ઘાસના સમૂહને (બાળીને નષ્ટ કરે છે)
તેમ આત્મસ્વરૂપનો ઘાત કરનાર કર્મસમૂહનો ક્ષણમાત્રમાં નાશ કરે છે.
अछिन्नधारया भेदबोधनं भावयेत् सुधीः ।
शुद्धचिद्रूपसंप्राप्त्यै सर्वशास्त्रविशारदः ।।१३।।
संवरोनिर्जरा साक्षात् जायते स्वात्मबोधनात् ।
तद्भेदज्ञानतस्तस्मात्तच्च भाव्यं मुमुक्षुणा ।।१४।।
સર્વ શાસ્ત્રમાં નિપુણ અહો ! મતિમાન ચહો ચિદ્રૂપ યદા,
ભાવો ભેદવિજ્ઞાન ભાવના એક અખિંMત મને સદા;
સ્વાત્મજ્ઞાનથી પ્રગટે સંવર તેમ નિર્જરા પ્રબળ અહા !
ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન તે ત્યાં જ મુમુક્ષુની સતત સ્પૃહા. ૧૩-૧૪.
અર્થ : — સર્વ શાસ્ત્રોમાં નિપુણ એવા ભેદજ્ઞાનીએ શુદ્ધચિદ્રૂપની
સમ્પ્રાપ્તિ માટે અખંડિત ધારાએ ભેદજ્ઞાને ભાવવું. ૧૩.
આત્મજ્ઞાનથી સાક્ષાત્ સંવર અને નિર્જરા થાય છે તે આત્મજ્ઞાન
ભેદજ્ઞાનથી થાય છે, માટે મુમુક્ષુએ તે ભેદજ્ઞાનને ભાવવું. ૧૪.