અધ્યાય-૮ ][ ૬૯
ત્યાં સુધાી ચિદ્રૂપ ભૂમિ ઉપર બહુ કર્મગિરિ દુર્ભેદ્ય દીસે,
જ્યાં સુધાી ભેદ વિજ્ઞાન વ»ના એકાએક પMે શીર્ષે. ૭.
અર્થ : — જ્યાં સુધી મસ્તક ઉપર ભેદવિજ્ઞાનરૂપ વજ્ર પડતું
નથી, ત્યાં સુધી કર્મપર્વતો દુર્ભેદપણે ચૈતન્યરૂપ ભૂમિમાં ઊભા રહે
છે. ૭.
दुर्लभोऽत्र जगन्मध्ये चिद्रूपरुचिकारकः ।
ततोऽपि दुर्लभं शास्त्रं चिद्रूपप्रतिपादकं ।।८।।
ततोऽपि दुर्लभो लोके गुरुस्तदुपदेशकः ।
ततोऽपि दुर्लभं भेदज्ञानं चिंतामणिर्यथा ।।९।।
દુર્લભ આ જગ મધય અતિશય ચિદ્રૂપમાં રુચિ લાવે જે,
તેથી અતિ દુર્લભ સત્શાસ્ત્રો ચિદ્રૂપ સ્પષ્ટ બતાવે જે;
દુર્લભ પણ તેથી ગુરુ જ્ઞાની, ચિદ્રૂપ નિશદિન બોધો જે,
સૌથી ચિંતામણિ સમ દુર્લભ ભેદજ્ઞાન ઉર શોધો તે. ૮-૯.
અર્થ : — આ જગતમાં, ચૈતન્યસ્વરૂપી રુચિ કરનાર – કરાવનાર
દુર્લભ છે, ચૈતન્યસ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રો તેના કરતાં પણ
દુર્લભ છે. લોકમાં તેનો ઉપદેશ આપનાર ગુરુ તેથી પણ દુર્લભ છે અને
ચિંતામણિ રત્નની જેમ ભેદજ્ઞાન તેના કરતાં પણ દુર્લભ છે. ૮-૯.
भेदो विधीयते येन चेतनाद्देहकर्मणोः ।
तज्जातविक्रियादीनां भेदज्ञानं तदुच्यते ।।१०।।
દેહ કર્મકૃત સર્વ વિકારો તે જM, ચેતન આપ અહો !
જM ચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉર રહો. ૧૦.
અર્થ : — જેનાથી ચૈતન્યસ્વરૂપ આત્માથી શરીરનો, કર્મનો અને
તેનાથી થતા સર્વ વિકારોનો ભેદ કરવામાં આવે છે, તેને ભેદજ્ઞાન કહે
છે. ૧૦.