૬૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — નિર્મળ મતિમાન સંત પુરુષ, ક્લેશનો નાશ કરવા માટે
વિકલ્પોને સેવાળ માફક દૂર કરીને, નિર્મળ જળની જેમ સ્વાત્મધ્યાન રૂપ
અમૃતનું પાન કરે છે. ૪.
नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात् परं तपः ।
नात्मध्यानात्परो मोक्षपथः क्वापि कदाचन ।।५।।
આત્મધયાનથી અધિાક કદાપિ કોઇ સ્થળે સુખ સત્ય નથી;
તપ પણ તેમ જ મોક્ષમાર્ગ પણ આત્મધયાનથી શ્રેÌ નથી. ૫.
અર્થ : — ક્યાંય પણ, કદી પણ, આત્મધ્યાનથી ચડિયાતું બીજું
કોઈ સુખ નથી, આત્મધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી, આત્મધ્યાન સિવાય બીજો
કોઈ મોક્ષનો માર્ગ નથી. ૫.
केचित्प्राप्य यशः सुखं वरवधूं रायं सुतं सेवकं
स्वामित्वं वरवाहनं बलसुहृत्पांडित्यरूपादिकं ।
मन्यंते सफलं स्वजन्ममुदिता मोहाभिभूता नरा ।
मन्येऽहं च दुरापयात्मवपुषोर्ज्ञप्त्या भिदः केवलं ।।६।।
સુંદર રમણી સુખ યશ ધાન કે પુત્ર મિત્ર ભૃત્યાદિ કદા,
સ્વામિપણું વાહન પિંMતતા, બળ સુંદર રુપ પ્રાપ્ત યદા;
તો તે પામ્યે મોહવશે જન હર્ષિત નરભવ સફળ ગણે,
આત્મા દેહ જુદા એ દુર્લભ જ્ઞાનથી ધાન્ય ગણું હું મને. ૬
અર્થ : — કેટલાક મોહને વશ થયેલા જનો યશ, સુખ, સારી સ્ત્રી,
ધન, પુત્ર, સેવક, સ્વામીત્વ, ઉત્તમ વાહન, બળ, મિત્ર, પાંડિત્ય, રૂપાદિ
પ્રાપ્ત કરવાથી હર્ષિત થયેલા ઉત્તમ મનુષ્ય ભવને સફળ (થયો) ગણે
છે અને હું આત્મા અને શરીરના ભેદના દુર્લભ જ્ઞાન વડે કેવળ બધું
ઉપચાર રૂપ માનું છું. ૬.
तावत्तिष्ठंति चिद्भूमौ दुर्भेद्याः कर्मपर्वताः ।
भेदविज्ञानवजं्र न यावत्पतति मूर्द्धनि ।।७।।