અધ્યાય-૮ ][ ૬૭
ક્ષીરથી નીર, કર્દમથી જળ, ને તલથી તેલ જુદાં નીકળે,
તેમ જ્ઞાની પ્રજ્ઞાએ, ચિદ્રૂપ, નિજ તનથી વિભિન્ન કળે. ૨.
અર્થ : — આ જગતમાં જેમ સુવર્ણ – પાષાણમાંથી સુવર્ણ, મેલથી
વસ્ત્ર, સુવર્ણમાંથી તાંબુ રૂપું વગેરે અથવા લોહમાંથી અગ્નિ, શેરડીમાંથી
રસ, કાદવમાંથી જળ, મોરના પીંછામાંથી ત્રાંબુ, તલ આદિમાંથી તેલ,
તાંબા વગેરે ધાતુમાંથી જેમ ચાંદી, દૂધમાંથી પાણી અને ઘી ઉપાય કરીને
પૃથક્ કરવામાં આવે છે; તેમ જ્ઞાની વડે આત્માને શરીરથી ભિન્ન
કરવામાં આવે છે.
देशं राष्ट्रं पुराद्यं स्वजनवनधनं वर्णपक्षं स्वकीय –
ज्ञातिं संबंधिवर्गं कुलपरिजनकं सोदरं पुत्रजाये ।
देहं हृद्वाग्निभावान् विकृतिगुणविधीन् कारकादीनि भित्वा
शुद्धं चिद्रूपमेकं सहजगुणनिधिं निर्विभागं स्मरामि ।।३।।
દેશ રાજ્ય પુર વર્ણ પક્ષકે પરિજન વન ધાન કુલ સ્વજનો,
પુત્ર ભ્રાત ભાર્યા સંબંધાી, સ્વકીય જ્ઞાતિ તન મન વચનો;
સર્વ વિભાવ કારક પર મુજથી વિકૃત – હેતુ ભિન્ન કરું,
નિર્વિભાગ નિર્મલ નિજ ચિદ્રૂપ એક સહજ ગુણ નિધિા સ્મરું. ૩.
અર્થ : — દેશને, રાજ્યને, પુર-નગર આદિને, સ્વજન, વન,
ધનને, બ્રાહ્મણ આદિ વર્ણના પક્ષને, પોતાની જ્ઞાતિને, સંબંધી વર્ગને, કુળ
પરિવારને, ભાઈને, સ્ત્રી-પુત્રને, શરીરને, મનને, વાણીરૂપ વિભાવોને
વિકાર કરનારા કર્તા, કર્મ, કરણ આદિ કારકોને ભિન્ન કરીને, અખંડ,
એક સ્વાભાવિક ગુણના ધામરૂપ, શુદ્ધ ચિદ્રૂપને હું સ્મરું છું. ૩.
स्वात्मध्यानामृतं स्वच्छं विकल्पानपसार्य सत् ।
पिवति क्लेशनाशाय जलं शैवालवत्सुधीः ।।४।।
સૌ વિકલ્પ – સેવાલ ખસેMી, નિર્મલ જલવત્ જ્ઞાનીજનો;
સ્વાત્મધયાન નિર્મલ અમૃતને, પીવે કલેશ હરવા ભવનો. ૪.