અધયાય ૮ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદજ્ઞાનની આવશ્યકતા]
छेत्रीसूचिक्रकचपवनैः सीसकाग्न्यूषयंत्रै –
स्तुल्या पाथः कतकफलबद्धंसपक्षिस्वभावा ।
शस्त्रीजायुस्वधितिसदृशा टंकवैशाखबद्वा
प्रज्ञा यस्योद्भवति हि भिदे तस्य चिद्रूपलब्धिः ।।१।।
છીણી સોય પવન કરવત સમ કોલુ અગ્નિ સીસા જેવી,
હંસ પક્ષી ક્ષીર ગ્રહે ભિન્ન, જળ કરે કતક નિર્મળ તેવી;
ઔષધિા, અસિ, પરશુ, છરી, મંથન-દંM પદાર્થો ભિન્ન કરે,
તેમ સ્વ-પર ભેદે પ્રજ્ઞા નિજ વર્તે તો ચિદ્સ્વરુપ વરે. ૧.
અર્થ : — જેને જડ ચેતનના ભેદ પાડવા માટે છીણી, સોય,
કરવત, પવન સમાન, સીસું, અગ્નિ, કોલુ (શેરડી પીલવાનો સંચો)ના
જેવી, પાણી, ફટકડી જેવી, હંસ પક્ષીના સ્વભાવ જેવી, છરી, આયુષ્ય
આપનાર ઔષધ, પરશુ જેવી, ટાંકણા કે રવૈયા (દહીંનું મંથન કરનાર
મેરુદંડ) જેવી પ્રજ્ઞા (વિવેકવાળું જ્ઞાન) પ્રગટ થાય છે, તેને નિશ્ચયથી
ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે. ૧.
स्वर्णं पाषाणसूताद्वसनमिव मलात्ताम्ररूप्यादि हेम्नो
वा लोहादग्निरिक्षो रस इह जलवत्कर्दमात्केकिपक्षात् ।
ताम्रं तैलं तिलादेः रजतमिव किलोपायतस्ताम्रमुख्यात्
दुग्धान्नीरं घृतं च क्रियत इव पृथक् ज्ञानिनात्मा शरीरात् ।।२।।
જેમ કનક-પાષાણથી કંચન, વસ્ત્રથી મેલ ઉપાય વMે,
લોહથી અગ્નિ, £ક્ષુથી રસ, કે ચાંદી કનકથી ભિન્ન પMે;