અધ્યાય-૭ ][ ૬૫
निश्चयं क्वचिदालंब्य व्यवहारं क्वचिन्नयं ।
विधिना वर्त्तते प्राणी जिनवाणीविभूषितः ।।२१।।
નિશ્ચય અવલંબને કવચિત્ મનમોહન મેરે,
કવચિત્ ભજે વ્યવહાર રે, મનમોહન મેરે;
જિનવાણી ભૂષિત જનો, મનમોહન મેરે,
વર્તે વિધિા ગ્રહી સાર રે, મનમોહન મેરે. ૨૧.
અર્થ : — જિનવાણીથી વિભૂષિત પ્રાણી ક્યારેક નિશ્ચયને
અવલંબીને અને ક્યારેક વ્યવહારને અવલંબીને વર્તે છે. ૨૧.
व्यवहाराद्बहिः कार्यं कुर्याद्विधिनियोजितं ।
निश्चयं चांतरं धृत्वा तत्त्वेदी सुनिश्चलं ।।२२।।
તત્ત્વજ્ઞાની અંતર વિષે મનમોહન મેરે,
ધારી નિશ્ચય સુસ્થિર રે મનમોહન મેરે;
બાıા ક્રિયા વ્યવહારથી મનમોહન મેરે,
કરતા વિધિા વશ ધાીર રે મનમોહન મેરે. ૨૨.
અર્થ : — તત્ત્વજ્ઞાની નિશ્ચયને અંતરમાં અત્યંત નિશ્ચલપણે ધારણ
કરીને પ્રારબ્ધયોગે સંપ્રાપ્ત બાહ્ય કાર્ય બહારથી વ્યવહારને અવલંબીને
કરે. ૨૨.
शुद्धचिद्रूपसंप्रार्प्तिनयाधीनेति पश्यतां ।
नयादिरहितं शुद्धचिद्रूपं तदनंतरं ।।२३।।
નિર્મલ ચિદ્રૂપ પ્રાપ્તિ તો મનમોહન મેરે,
દેખો નય આધાીન રે, મનમોહન મેરે;
પછી શુદ્ધ ચિદ્રૂપ તો મનમોહન મેરે,
વિમલ નયાદિ વિહીન રે મનમોહન મેરે. ૨૩.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ નયોને આધીન છે એમ જુઓ.
ત્યાર પછી આત્મસ્વરૂપ નયાદિ રહિત છે. ૨૩.✽✽