૬૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિશ્ચય ને વ્યવહાર નય મનમોહન મેરે,
યથાવિધિા ભજ ચંગ રે, મનમોહન મેરે;
જિનવચને જિનચરણમાં મનમોહન મેરે,
પ્રતીતિ જેમ અભંગ રે, મનમોહન મેરે. ૧૮.
અર્થ : — ઉપર કહ્યા મુજબ તું નિશ્ચય અને વ્યવહારનયનું વિધિ
પ્રમાણે ગ્રહણ કર કે, જેથી જિન પ્રણીત આગમમાં અને
(સ્વરૂપરમણતારૂપ) જિનના આચરણમાં પણ શ્રદ્ધા થાય. ૧૮.
व्यवहारं विना केचिन्नष्टा केवलनिश्चयात् ।
निश्चयेन विना केचित् केवलव्यवहारतः ।।१९।।
નિશ્ચયમાત્રથી બહુ થયા મનમોહન મેરે,
નષ્ટ, વિના વ્યવહાર રે; મનમોહન મેરે;
નિશ્ચયવિણ ત્યમ નષ્ટ બહુ મનમોહન મેરે,
માત્ર ગ્રહી વ્યવહાર રે, મનમોહન મેરે. ૧૯.
અર્થ : — કેટલાક વ્યવહાર વિના માત્ર નિશ્ચયનું ગ્રહણ કરવાથી
નાશ પામી ગયા, કેટલાક નિશ્ચય વગર, કેવળ વ્યવહારને ગ્રહવાથી નષ્ટ
થઈ ગયા. ૧૯.
द्वाभ्यां दृग्भ्यां विना न स्यात् सम्यग्द्रव्यावलोक नं ।
यथा तथा नयाभ्यां चेत्युक्तं स्याद्वादवादिभिः ।।२०।।
દ્રવ્ય યથાર્થ જણાય ના મનમોહન મેરે,
બે નયનો વિણ તેમ રે, મનમોહન મેરે;
બન્ને નય સુતત્ત્વ ગ્રહે મનમોહન મેરે,
કહે સ્યાદ્વાદી એમ રે, મનમોહન મેરે. ૨૦.
અર્થ : — જેમ બે નેત્રો વગર યથાર્થ રીતે પદાર્થનું અવલોકન
થાય નહિ, તેમ બે નયો વિના યથાર્થ અવલોકન થાય નહિ, તેમ સ્યાદ્વાદ
મતના જાણકારોએ કહ્યું છે. ૨૦.