અધ્યાય-૭ ][ ૬૩
નિર્મળ ચિદ્રૂપ ધયાન ગિરિ થકી ઉતરે જો કોઇ કાળ;
કાર્ય પ્રસંગે રે તો વ્યવહાર સદ્ અવલંબે તત્કાળ,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૫.
અર્થ : — જ્યારે અન્ય પ્રયોજનાર્થે શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ
પર્વતથી ઉતરવાનું બને, ત્યારે તે વ્યવહારનું અવલંબન કરે. ૧૫.
याता यांति च यास्यंति ये भव्या मुक्तिसंपदं ।
आलंब्य व्यवहारं ते पूर्वं पश्चाच्चनिश्चयं ।।१६।।
कारणेन विना कार्यं न स्यात्तेन विना नयं ।
व्यवहारं कदोत्पत्तिर्निश्चयस्य न जायते ।।१७।।
મુકિતશ્રીને જે વર્યા મનમોહન મેરે,
વરતા વળી વરનાર રે; મનમોહન મેરે;
પ્રથમ ભજી વ્યવહાર સત્ મનમોહન મેરે;
ગ્રહી નિશ્ચય પછી સાર રે, મનમોહન મેરે. ૧૬.
કારણ વિણ કદી કાર્યની મનમોહન મેરે,
સિદ્ધિ નહિ જેમ થાય રે, મનમોહન મેરે;
સદ્ વ્યવહાર વિના કદી મનમોહન મેરે;
નિશ્ચય નહિ સધાાય રે; મનમોહન મેરે. ૧૭.
અર્થ : — જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે
અને પામશે તે પ્રથમ સત્ વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને
અવલંબીને પામ્યા છે. ૧૬.
કારણ વગર કાર્ય થાય નહિ, તેથી સત્ વ્યવહારનય વિના
નિશ્ચયની ઉત્પત્તિ કદી થતી નથી. ૧૭.
जिनागमे प्रतीतिः स्याज्जिनस्याचरणेऽपि च ।
निश्चयं व्यवहारं तन्नयं भज यथाविधि ।।१८।।