૬૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
बाह्यांतरन्यसंपर्को येनांशेन वियुज्यते ।
तेनांशेन विशुद्धिः स्याद् चिद्रूपस्य सुवर्णवत् ।।१२।।
બાıા અભ્યંતર અન્ય સંબંધા તે જે જે અંશ મુકાય;
તે તે અંશે રે ત્યાં ચિદ્રૂપની શુદ્ધિ કનકવત્ થાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૨.
અર્થ : — સોનાની પેઠે આત્માને જેટલે અંશે બાહ્ય અને અંતર
અન્ય દ્રવ્યનો સંબંધ છૂટે છે, તેટલા અંશે વિશુદ્ધિ થાય છે. ૧૨.
शुद्धचिद्रूपसद्ध्यानपर्वतारोहणं सुधीः ।
कुर्वन् करोति सुदृष्टिर्व्यवहारावलंबनं ।।१३।।
आरुह्य शुद्धचिद्रूप ध्यानपर्वतमुत्तमं ।
तिष्ठेद् यावत्त्यजेत्तावद् व्यवहारावलंबनं ।।१४।।
નિર્મળ ચિદ્રૂપના સદ્ધયાનરુપ, ગિરિ પર ચઢતાં સુસંત;
સમ્યગ્દ્રષ્ટિ રે સદ્વ્યવહારને, અવલંબે મતિમંત.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૩.
નિર્મળ ચિદ્રૂપ ધયાનગિરિ વરે, ચઢીને દ્રઢ સ્થિર થાય;
ત્યારે આલંબન વ્યવહારનું, સર્વ પ્રકારે મુકાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૪.
અર્થ : — સમ્યગ્જ્ઞાની, સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ
પર્વત ઉપર ચઢતાં, વ્યવહારનો આશ્રય લે છે. ૧૩.
જ્યારે ઉત્તમ શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનરૂપ પર્વત ઉપર ચડીને
સ્થિર થાય, ત્યારે તે વ્યવહારનો આશ્રય તજી દે. ૧૪.
शुद्धचिद्रूपसद्ध्यानपर्वतादवरोहणं ।
यदान्यकृतये कुर्यात्तदा तस्यावलंबनं ।।१५।।