અધ્યાય-૭ ][ ૬૧
અર્થ : — જેઓ વ્યવહારને અવલંબીને નિશ્ચયમાં દ્રષ્ટિ કરે છે,
તેમને જ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે, બીજાને થતી નથી. ૮
संपर्कात् कर्मणोऽशुद्धं मलस्य वसनं यथा ।
व्यवहारेण चिद्रूपं शुद्धं तन्निश्चयाश्रयात् ।।९।।
મલ સંબંધો રે વસ્ત્ર મલીન દીસે, ત્યમ વ્યવહારે અશુદ્ધ;
કર્મ સંબંધો રે ચિદ્રૂપ જોઇએ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૯.
અર્થ : — જેમ વ્યવહારનયથી મલના સંબંધથી વસ્ત્રને મલિન
કહેવાય છે અને નિશ્ચયદ્રષ્ટિના આશ્રયથી તે શુદ્ધ થાય છે, તેમ કર્મના
સંબંધથી આત્માને વ્યવહારથી અશુદ્ધ કહેવાય છે અને નિશ્ચયનયના
આશ્રયથી તે શુદ્ધ થાય છે. ૯.
अशुद्धं कथ्यते स्वर्णमन्यद्रव्येण मिश्रितं ।
व्यवहारं समाश्रित्य शुद्धं निश्चयतो यथा ।।१०।।
युक्तं तथाऽन्यद्रव्येणाशुद्धं चिद्रूपमुच्यते ।
व्यवहारनयात् शुद्धं निश्चयात् पुनरेव तत् ।।११।।
અન્ય દ્રવ્યથી રે યુકત સુવર્ણ તે જ્યમ વ્યવહારે અશુદ્ધ;
નિશ્ચયદ્રષ્ટિથી અન્ય જણાયના માત્ર કનક તો શુદ્ધ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૦.
અન્ય દ્રવ્યયુત તેમ અશુદ્ધ તે, વ્યવહારે ચિદ્રૂપ;
તે જ ચિદાત્મા નિશ્ચયદ્રષ્ટિથી ભાસે શુદ્ધ સ્વરુપ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧૧.
અર્થ : — જેમ અન્ય દ્રવ્ય સાથે મેળવાયેલું સુવર્ણ વ્યવહારનો
આશ્રય કરીને અશુદ્ધ કહેવાય છે, નિશ્ચયથી (તે) શુદ્ધ કહેવાય છે. ૧૦.
તેમ અન્ય દ્રવ્યથી યુક્ત ચિદ્રૂપ વ્યવહારનયથી અશુદ્ધ કહેવાય છે
અને નિશ્ચયથી તે જ શુદ્ધ કહેવાય છે. ૧૧.