અધ્યાય-૧૧ ][ ૯૩
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન વ્રતસહિત એવા જીવો
મનુષ્યલોકથી બહારના ભાગમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં કદાપિ હોતા
નથી. ૧૨.
अधोलोके न सर्वस्मिन्नूर्ध्वलोकेऽपि सर्वतः ।
ते भवंति न ज्योतिष्के हा हा क्षेत्रस्वभावतः ।।१३।।
સર્વ ©ધર્વ કે અધાોલોકમાં કોઇ સ્થળે નહિ તેવાજી;
ક્ષેત્ર સ્વભાવે મળે ન હા! હા! જ્યોતિષ્કે પણ એવાજી. ૧૩.
અર્થ : — અત્યંત ખેદની વાત છે કે ક્ષેત્રનો એવો જ સ્વભાવ
હોવાથી સમસ્ત અધોલોકમાં અને સમસ્ત ઊર્ધ્વલોકમાં પણ તે (તેવી
યોગ્યતાવાળા) નથી અને જ્યોતિષ લોકમાં (સૂર્ય, ચંદ્રાદિ છે તે ક્ષેત્રમાં)
પણ તે હોતા નથી. ૧૩.
नरलोकेपि ये जाता नराः कर्मवशाद् घनाः ।
भोगभूम्लेच्छखंडेषु ते भवंति न तादृशः ।।१४।।
નરલોકે પણ મ્લેચ્છ ખંM કે જન્મ્યા ભોગભૂમિમાંજી;
કર્મવશે હા! ઘાણા જીવો પણ કોઇ ન તેવા તેમાંજી. ૧૪.
અર્થ : — મનુષ્ય લોકમાં પણ જે ઘણા મનુષ્યો કર્મવશે
ભોગભૂમિ કે અનાર્ય ખંડોમાં જન્મ્યા છે, તે તેવા (આત્મલીનતાને યોગ્ય)
હોતા નથી. ૧૪.
आर्यखंडभवाः केचिद् विरलाः संति तादृशाः ।
अस्मिन् क्षेत्रे भवा द्वित्राः स्युरद्य न कदापि वा ।।१५।।
આર્યખંM ઉત્પન્ન વિષે પણ તેવા વિરલ પ્રવર્તેજી;
આ ક્ષેત્રે આજે બે ત્રણ તો કદી કોઇના વર્તેજી. ૧૫.
અર્થ : — આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલ હોય છે.
આ ભરતક્ષેત્રમાં જન્મેલા આજે બે કે ત્રણ હોય અથવા કદાચ ન પણ
હોય. ૧૫.