૯૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अस्मिन् क्षेत्रेऽधुना संति विरला जैनपाक्षिकाः ।
सम्यक्त्वसहितास्तत्र तत्राणुव्रतधारिणः ।।१६।।
महाव्रतधरा धीराः संति चात्यंतदुर्लंभाः ।
तत्त्वातत्त्वविदस्तेषु चिद्रक्तोऽत्यंतदुर्लभः ।।१७।।
આ ક્ષેત્રે આજે છે કોઇક પાક્ષિક જૈનો વિરલાજી;
સદ્દ્રષ્ટિ ત્યાં વિરલા, તેમાં અણુવ્રતધાારી વિરલાજી. ૧૬.
તેમાં અતિ દુર્લભ તો મહાવ્રતધાારી ધાીર વિરકતાજી;
દુર્લભ તત્ત્વાતત્ત્વ વિજ્ઞાની, અતિ દુર્લભ ચિદ્રકતાજી. ૧૭.
અર્થ : — આ ક્ષેત્રે હમણાં જૈનમાર્ગ સત્ય છે એવા નિશ્ચયપૂર્વક
પક્ષ કરનાર થોડા છે, તેમાં સમ્યક્ત્વ સહિત થોડા છે, તેમાં ગૃહસ્થના
અણુવ્રત ધારણ કરનારા થોડા છે, તેના કરતાં પણ મહાવ્રતને ધારણ
કરનારા ધીર અત્યંત દુર્લભ છે, તેઓમાં પણ તત્ત્વ અને અતત્ત્વને
જાણનાર બહુશ્રુત જ્ઞાની દુર્લભ છે, તેઓમાં પણ ચિદ્રૂપમાં રક્ત અત્યંત
દુર્લભ છે. ૧૬-૧૭.
तपस्विपात्रविद्वत्सु गुणिसद्गतिगामिषु ।
वंद्यस्तुत्येषु विज्ञेयः स एवोत्कृष्टतां गतः ।।१८।।
સર્વ તપસ્વી પાત્ર વિબુધા કે સદ્ગુણી સદ્ગતિગામીજી;
વંદ્ય સ્તુત્ય સર્વેમાં જાણો શ્રેÌ એ જ ચિદ્રામીજી. ૧૮.
અર્થ : — તપસ્વી, પાત્ર અને વિદ્વાનોમાં, ગુણવાન અને
સદ્ગતિગામીઓમાં, વંદનીય અને સ્તુત્ય પુરુષોમાં તે જ ઉત્કૃષ્ટતા પામેલ
જાણવા. ૧૮.
उत्सर्पिण्यवसर्पंणकालेऽनाद्यंतवर्जिते स्तोकाः ।
चिद्रक्ता व्रतयुक्ता भवंति केचित्कदाचिच्च ।।१९।।
ઉત્સર્પિણી અવસર્પિણી સર્વે કાળ અનાદિ અનંતાજી;
તેમાં અલ્પ કોઇ કદી થાતા ચિદ્રૂપરત વ્રતવંતાજી. ૧૯.