અધ્યાય-૧૧ ][ ૯૫
અર્થ : — અનાદિ અનંત એવા ઉત્સર્પિણી અને અવસર્પિણી
કાળમાં આત્મપ્રેમી અને વ્રત સહિત કોઈ જ કોઈ કાળમાં જ થોડા થાય
છે. ૧૯.
मिथ्यात्वादिगुणस्थानचतुष्के संभवंति न ।
शुद्धचिद्रूपके रक्ता व्रतिनोपि कदाचन ।।२०।।
पंचमादिगुणस्थानदशके तादृशोंऽगिनः ।
स्युरिति ज्ञानिना ज्ञेयं स्तोकजीवसमाश्रिते ।।२१।।
મિથ્યાત્વાદિ પ્રથમ ચાર ગુણસ્થાને જે જે વર્તેજી;
ત્યાં ન કદી તે ચિદ્રૂપ ધયાને કે વ્રતમાંહી પ્રવર્તેજી. ૨૦.
પંચમથી ગુણસ્થાન ચતુર્દશમાં વ્રત ધયાન વિરાજેજી;
જ્ઞાની જાણે અલ્પ જીવો તો તે ગુણસ્થાને રાજેજી. ૨૧.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન અને વ્રત – સંયમવાળા એવા જીવો
મિથ્યાત્વ આદિ ચાર ગુણસ્થાનમાં કદી પણ થવા સંભવતા નથી. ૨૦.
થોડા જીવ જેમાં વર્તે છે એવા પાંચમાથી ચૌદમા સુધીના દશ
ગુણસ્થાનમાં તેવા જીવો હોય છે, એમ જ્ઞાનીઓએ જાણવા યોગ્ય
છે. ૨૧.
दृश्यंते गंधनादावनुजसुतसुताभीरुपित्रंविकासु
ग्रामे गेहे खभोगे नगनगरखगे वाहने राजकार्ये ।
आहार्येऽगे वनादौ व्यसनकृषिमुखेकूपवापीतडागे
रक्ताश्चप्रेषणादौ यशसि पशुगणे शुद्धचिद्रूपके न ।।२२।।
દિસે રકત ઘાણા જ્યાં જગમાં વિષય વાસના ગંધોજી,
લઘાુ ભ્રાતા સુત સુતા વનિતા માતપિતા સંબંધોજી;
ગ્રામ ધાામ ને ગગન વિહારે, પર્વ પક્ષી નગરેજી,
રાજકાર્ય વન વાહનમાં વળી ખાનપાન કે શરીરેજી;