૯૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
વ્યસન – રંગ વાણિજ્ય કૃષિ કે કૂવા વાવ તલાવેજી,
પશુ યશ રક્ષમાં રાચ્યા ત્યાં ચિદ્રૂપે ચિત્ત ન લાવેજી. ૨૨.
અર્થ : — સુગંધી પદાર્થો આદિમાં, ભાઈ, પુત્ર, પુત્રી, સ્ત્રી, પિતા
તથા માતામાં, ગામમાં, ઘરમાં, ઇન્દ્રિયના વિષયભોગમાં, પર્વત, નગર,
પક્ષીમાં, વાહનમાં, રાજ્યના કામમાં, ખાનપાન આદિ પદાર્થોમાં,
શરીરમાં, વન આદિમાં, વ્યસન, ખેતી આદિમાં, કૂવા – વાવ – તળાવમાં,
ધંધામાં, દલાલીમાં, યશમાં અને પશુના સમૂહમાં જીવો રાચી રહેલા
દેખાય છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં રક્ત દેખાતા નથી. ૨૨.