અધયાય ૧૨ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્નત્રય ]
रत्नत्रयोपलंभेन विना शुद्धचिदात्मनः ।
प्रादुर्भावो न कस्यापि श्रूयते हि जिनागमे ।।१।।
રત્નત્રયની પ્રાપ્તિ વિના તો કોઇને તત્ત્વ અનૂપ;
પ્રગટ થયું સુણ્યું નહિ જિનશાસ્ત્રે શુદ્ધ ચિદાત્મસ્વરુપ રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧.
અર્થ : — રત્નત્રયની પ્રાપ્તિ વિના શુદ્ધ ચૈતન્યમય આત્માની
પ્રગટતા કોઈને પણ થઈ નથી, એમ જિનશાસ્ત્રમાં સાંભળ્યું છે. ૧.
विना रत्नत्रयं शुद्धचिद्रूपं न प्रपन्नवान् ।
कदापि कोऽपि केनापि प्रकारेण नरः क्वचित् ।।२।।
કોઇ પ્રકારે કાાંય કદાચિત્ પામ્યા નહિ નર કોય;
રત્નત્રય વિણ નિર્મળ નિજ ચિદ્ – રુપ પ્રગટ નહિ હોય.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨.
અર્થ : — કોઈ પણ કાળે, કોઈ પણ મનુષ્ય, ક્યાંય કોઈ પણ
પ્રકારે, રત્નત્રય વગર શુદ્ધ ચિદ્રૂપને પામ્યો નથી. ૨.
रत्नत्रयाद्विना चिद्रूपोपलब्धिर्न जायते ।
यथर्द्धिस्तपसः पुत्री पितुर्वृष्टिर्बलाहकात् ।।३।।
તાત વિના જેમ પુત્રી ન જન્મે, તપ વિણ જેમ ન ´દ્ધિ;
મેઘા વિના વૃષ્ટિ ન, રત્નત્રય, – વિણ ચિદ્રૂપની લબ્ધિા રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૩.