૯૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — જેમ તપ વિના ૠદ્ધિ પ્રગટતી નથી, પિતા વિના પુત્રી
પ્રગટતી નથી અને વાદળાં વિના વરસાદ થતો નથી, તેમ રત્નત્રય વિના
ચિદ્રૂપની પ્રાપ્તિ થતી નથી. ૩.
दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं ।
युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ।।४।।
દર્શનજ્ઞાન ચારિત્રસ્વરુપે આત્મા યુગપદ્ વર્તે;
આત્મપ્રવર્તન તે રત્નત્રય, જિનવર વચન પ્રવર્તેરે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૪.
અર્થ : — દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપે આત્માનું એકસાથ જે
પ્રવર્તન તેને સર્વ જિનેશ્વરો રત્નત્રય કહે છે. ૪.
निश्चयव्यवहाराभ्यां द्विधा तत्परिकीर्तितं ।
सत्यस्मिन् व्यवहारे तन्निश्चयं प्रकटीभवेत् ।।५।।
નિશ્ચય ને વ્યવહાર રત્નત્રય, બે ભેદે એ ભાખ્યું,
એ વ્યવહાર હોય ત્યાં નિશ્ચય, પ્રગટે કારણ દાખ્યું રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૫.
અર્થ : — તે રત્નત્રય નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદે વર્ણવ્યું
છે. જ્યાં એ વ્યવહારરૂપ રત્નત્રય હોય ત્યાં તે નિશ્ચય રત્નત્રય પ્રગટ
થાય છે. ૫.
श्रद्धानं दर्शनं सप्ततत्त्वानां व्यवहारतः ।
अष्टांगं त्रिविधं प्रोक्तं तदौपशमिकादितः ।।६।।
સાત તત્ત્વની શ્રદ્ધા જાણો, સદ્દર્શન વ્યવહારે;
આL અંગયુત ને વળી ઉપશમ આદિ ત્રણ પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૬.