અધ્યાય-૧૨ ][ ૯૯
અર્થ : — સાત તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારથી દર્શન કહ્યું છે, તે
આઠ અંગયુક્ત છે. તેને ઉપશમ આદિ ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું
છે. ૬.
सता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांसि च ।
चिता जगति व्याप्तानि पश्यन् सद्दृष्टिरुच्यते ।।७।।
સત્ રુપે વસ્તુ સૌ શ્રદ્ધે, સ્યાદ્વાદે સૌ વાણી;
જ્ઞાનદ્રષ્ટિથી જગ સૌ જોતાં, તે સદ્દ્રષ્ટિ જ્ઞાની રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૭.
અર્થ : — સર્વ વસ્તુઓને અસ્તિત્વ સ્વરૂપે જોતાં – શ્રદ્ધતા અને
(તેના વાચક) વચનોને સ્યાદ્વાદ એટલે અનેકાંતદ્રષ્ટિએ (અને)
જગતમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદ્રષ્ટિએ જોનાર સમ્યગ્દ્રષ્ટિ
કહેવાય છે. ૭.
स्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत् ।
सद्दर्शनं मतं तज्ज्ञैः कर्मेंधनहुताशनं ।।८।।
સહજ આત્મ નિજ રુપ વિષે જે, રુચિ તે સદ્દર્શનને;
નિશ્ચયથી જ્ઞાનીઓ માને, બાળે કર્મ §ધાનને રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૮.
અર્થ : — પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં જે રુચિ તેને તેના જાણનારા
જ્ઞાનીઓ નિશ્ચયથી કર્મરૂપ ઇંધનને બાળનાર અગ્નિ સમાન સમ્યગ્દર્શન
કહે છે. ૮.
यदि शुद्धं चिद्रूपं निजं समस्तं त्रिकालगं युगपत् ।
जानन् पश्यन् पश्यति तदा स जीवः सुदृक् तत्त्वात् ।।९।।
ત્રણે કાલવર્તી નિજ ચિદ્રૂપ શુદ્ધ સર્વ એક સાથે;
જાણે દેખે જે શ્રદ્ધે તે સદ્દ્રષ્ટિ પરમાર્થે રે;
ભવિકા રત્નત્રય આદરિયે. ૯.