૧૦૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — જ્યારે પોતાનાં ત્રિકાળવર્તી શુદ્ધ ચિદ્રૂપને એકસાથે
જાણતાં, દેખતાં જુએ છે – શ્રદ્ધે છે ત્યારે તે જીવ પરમાર્થે સમ્યગ્દ્રષ્ટિ
છે. ૯.
ज्ञात्वाष्टांगानि तस्यापि भाषितानि जिनागमे ।
तैरमा धार्यते तद्धि मुक्तिसौख्याभिलाषिणा ।।१०।।
સદ્દર્શનનાં આL અંગ જે જિન શાસ્ત્રો વિસ્તરતાં,
મુકિત – સુખ – વાંછક તે જાણી, દર્શન તે યુત ધારતા રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૦.
અર્થ : — જિનાગમમાં કહેલાં સમ્યગ્દર્શનના આઠ અંગોને
જાણીને મોક્ષ સુખના અભિલાષીએ તે સમ્યગ્દર્શનને તે અંગો સાથે
ધારણ કરવું. ૧૦.
अष्टधाचारसंयुक्तं ज्ञानमुक्तं जिनेशिना ।
व्यवहारनयात् सर्वतत्त्वोद्भासो भवेद् यतः ।।११।।
स्वस्वरूपपरिज्ञानं तज्ज्ञानं निश्चयाद् वरं ।
कर्मरेणूच्चये वातं हेतुं विद्धि शिवश्रियः ।।१२।।
અષ્ટવિધા આચાર સહિત જે જ્ઞાન જિનેન્દ્ર વખાણે,
તે વ્યવહારનયે, જીવ તેથી, સર્વ તત્ત્વને જાણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૧.
સ્વસ્વરુપનું જ્ઞાન યથાતથ્ય, તે નિશ્ચયે વર જ્ઞાન;
પવન કર્મ – રજ દૂર કરવા તે, મુક્તિલક્ષ્મી નિદાન રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૨.
અર્થ : — જિનેન્દ્રદેવે વ્યવહારનયથી આઠ પ્રકારના આચાર
સહિત જ્ઞાનનું કથન કર્યું છે, જેનાથી સર્વ તત્ત્વનું જ્ઞાન થાય છે. ૧૧.
પોતાના સ્વરૂપનું જ્ઞાન તે (જ્ઞાન) નિશ્ચયથી શ્રેષ્ઠ છે.