અધ્યાય-૧૨ ][ ૧૦૧
(તેને) તું કર્મરજને ઉડાડવા માટે પવન સમાન મોક્ષલક્ષ્મીનું કારણ
જાણ. ૧૨.
यदि चिद्रूपेऽनुभवो मोहाभावे निजे भवेत्तत्वात् ।
तत्परमज्ञानं स्याद् बहिरंतरसंगमुक्तस्य ।।१३।।
બહિરંતર સૌ સંગ ત્યાગીને મોહક્ષયે જ્યાં થાયે,
નિજ ચિદ્રૂપ અનુભવ નિશ્ચે, પરમ જ્ઞાન કહેવાયે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૩.
અર્થ : — બાહ્ય અને અંતરસંગથી રહિત પુરુષને જ્યારે મોહનો
ક્ષય થાય (છે) ત્યારે પોતાના ચિદ્રૂપમાં અનુભવ થાય (છે) અને
નિશ્ચયથી તે પરમજ્ઞાન થાય છે. ૧૩.
निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्तिः शुभकर्मसु ।
त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ।।१४।।
અશુભ કર્મથી જ્યાં નિવૃત્તિ શુભમાં પ્રવૃત્તિ ધાારે;
તે ચારિત્ર કıાãં વ્યવહારે, જ્ઞાનીએ તેર પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૪.
અર્થ : — જ્યાં પાપથી નિવૃત્તિ અને શુભ કર્મોમાં પ્રવૃત્તિ છે. તે
તેર પ્રકારનું વ્યવહારથી ચારિત્ર છે. ૧૪.
मूलोत्तरगुणानां यत्पालनं मुक्तये मुनेः ।
दृशा ज्ञानेन संयुक्तं तच्चारित्रं न चापरं ।।१५।।
સમ્યગ્દર્શન જ્ઞાન સહિત જે, મૂલોત્તર ગુણ પાલે;
તે ચારિત્ર, અવર નહિ, મુનિને, મુકિતશ્રી સુખ આલે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૫.
અર્થ : — જે દર્શન અને જ્ઞાનસહિત મૂળ અને ઉત્તર ગુણોનું
પાલન છે, તે ચારિત્ર મુનિની મુક્તિનું કારણ છે પણ બીજું નહિ. ૧૫.