૧૦૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
संगं मुक्त्वा जिनाकारं धृत्वा साम्यं दृशं धियं ।
यः स्मरेत् शुद्धचिद्रूपं वृत्तं तस्य किलोत्तमं ।।१६।।
સંગ તજી જિનમુદ્રા ધાારી, સમતા દર્શન જ્ઞાને;
ચિદ્રૂપ શુદ્ધ સ્મરે ત્યાં તેને, ચારિત્ર ઉત્તમ ધયાને રે,
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૬.
અર્થ : — જે જીવ સંગ (પરિગ્રહ) છોડીને, વીતરાગ મુદ્રા ધારણ
કરી, સમતાભાવ (ચારિત્ર), દર્શન, જ્ઞાન ધારણ કરીને શુદ્ધ ચિદ્રૂપનું
ચિંતવન કરે છે તેનું ચારિત્ર ખરેખર ઉત્તમ છે. ૧૬.
ज्ञप्त्या दृष्टया युतं सम्यक् चारित्रं तन्निरुच्यते ।
सतां सेव्यं जगत्पूज्यं स्वर्गादिसुखसाधनं ।।१७।।
દર્શન જ્ઞાન સંયુત તે સમ્યક્ ચારિત્ર જ્ઞાની વખાણે;
સેવ્ય સંતને જગત પૂજ્ય એ સ્વર્ગ મોક્ષ સુખ આણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૭.
અર્થ : — જે જ્ઞાન અને દર્શન સહિત હોય તે સમ્યક્ચારિત્ર
કહેવાય છે. તે સંતોએ સેવવા યોગ્ય, જગતમાં પૂજ્ય અને સ્વર્ગાદિ
સુખનું સાધન છે. ૧૭.
शुद्ध स्वे चित्स्वरूपे या स्थितिरत्यंतनिश्चला ।
तच्चारित्रं परं विद्धि निश्चयात् कर्मनाशकृत् ।।१८।।
નિજ સહજાત્મ સ્વરુપે અતિ જે નિશ્ચલ સ્થિતિ પમાય;
નિશ્ચયથી ચારિત્ર પરમ તે કર્મનાશ ત્યાં થાય રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૮.
અર્થ : — પોતાના સહજ ચૈતન્યસ્વરૂપમાં જે અત્યંત નિશ્ચળ
સ્થિતિ, તેને નિશ્ચયનયથી શ્રેષ્ઠ ચારિત્ર, કર્મનો નાશ કરનાર તું
જાણ. ૧૮.