અધ્યાય-૧૨ ][ ૧૦૩
यजि चिद्रूपे शुद्धे स्थितिर्निजे भवति दृष्टिबोधबलात् ।
परद्रव्यास्मरणं शुद्धनयादंगिनो वृत्तं ।।१९।।
તત્ત્વદ્રષ્ટિ ને બોધા બળે જો નિજ સહજાત્મસ્વરુપે;
સ્થિતિ થાય, પરદ્રવ્ય સ્મરણ ના, નિશ્ચયે ચરણ અનૂપ રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૯.
અર્થ : — દર્શન અને જ્ઞાનના બળથી જ્યારે નિજ શુદ્ધ
આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે, ત્યારે પરદ્રવ્યનું વિસ્મરણ તે શુદ્ધનયથી
પ્રાણીને ચારિત્ર છે.
रत्नत्रयं किल ज्ञेयं व्यवहारं तु साधनं ।
सद्भिश्च निश्चयं साध्यं मुनीनां सद्विभूषणं ।।२०।।
એ વ્યવહાર રત્નત્રય સાધાન નિશ્ચયનું જન જાણો;
સાધય સંતને નિશ્ચય તે તો મુનિનું ભૂષણ વખાણો રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૦.
અર્થ : — વ્યવહાર રત્નત્રય માત્ર સાધન અને મુનિઓનું સત્
વિભૂષણરૂપ નિશ્ચય તે સાધ્ય છે, એમ વિદ્વાનોએ જાણવું. ૨૦.
रत्नत्रयं परं ज्ञेयं व्यवहारं च निश्चयं ।
निदानं शुद्धचिद्रूपस्वरूपात्मोपलब्धये ।।२१।।
આ વ્યવહાર નિશ્ચય રત્નત્રય પરમ હેતુરુપ જાણે;
નિર્મલ ચિદ્રૂપ સ્વરુપ પ્રગટવા, તે આત્મિક સુખ માણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૧.
અર્થ : — શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને
નિશ્ચય રત્નત્રયને શ્રેષ્ઠ કારણ જાણવું. ૨૧.
स्वशुद्धचिद्रूपपरोपलब्धि कस्यापि रत्नत्रयमंतरेण ।
क्वचित्कदाचिन्न च निश्चयो दृढोऽस्ति चित्ते मम सर्वदैव ।।२२।।