અધયાય ૧૩ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા]
विशुद्धं वसनं श्लाघ्यं रत्नं रूप्यं च कांचनं ।
भाजनं भवनं सर्वैर्यथा चिद्रूपकं तथा ।।१।।
रागादिलक्षणः पुंसि संक्लेशोऽशुद्धता मता ।
तन्नाशो येन चांशेन तेनांशेन विशुद्धता ।।२।।
વસ્ત્ર કનકભાજન ગૃહ રુપું રત્ન શુદ્ધ તો જગ વખણાય;
ચિદ્રૂપ તેમ વિશુદ્ધ હોય તો જગમાં તે ઉત્કૃષ્ટ ગણાય.
રાગાદિક સંકલેશ જીવમાં અશુદ્ધતા તે તો દેખાય;
જે અંશે તે નાશ થાય ત્યાં તે અંશે શુદ્ધિ લેખાય. ૧-૨
અર્થ : — જેમ વસ્ત્ર, રત્ન, રૂપું, સોનું, વાસણ અને ઘર શુદ્ધ હોય
તો સર્વજનો વડે વખણાય છે, તેમ સંપૂર્ણ શુદ્ધ ચિદ્રૂપ સર્વથી પ્રશંસાપાત્ર
બને છે. ૧.
આત્મામાં રાગ, દ્વેષ આદિ લક્ષણવાળો સંક્લેશભાવ અશુદ્ધતા
ગણાય છે. જેટલા અંશે તેનો નાશ તેટલા અંશે વિશુદ્ધતા પ્રગટે છે. ૨.
येनोपायेन संक्लेशश्चिद्रूपाद्याति वेगतः ।
विशुद्धिरेति चिद्रूपे स विधेयो मुमुक्षुणा ।।३।।
જે ઉપાયથી ચિદ્રૂપમાંથી સત્વર એ સંકલેશ પલાય;
ચિદ્રૂપ જેમ વિશુદ્ધિ પામે મુમુક્ષુ સાધો એ જ ઉપાય. ૩.
અર્થ : — જે ઉપાય વડે આત્મામાંથી સંક્લેશ સત્વર જતો રહે,
ચિદ્રૂપમાં વિશુદ્ધિ આવે તે ઉપાય મુમુક્ષુએ કર્તવ્ય છે. ૩.