૧૦૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
सत्पूज्यानां स्तुतिनतियजनं षट्कर्मावश्यकानां
वृत्तादीनां दृढतरधरणं सत्तपस्तीर्थयात्रा ।
संगादीनां त्यजनमजननं क्रोधमानादिकाना –
माप्तैरुक्तं वरतरकृपया सर्वमेतद्धि शुद्धयै ।।४।।
સ્તુતિ પ્રણતિ પૂજા સંતોની તપ તીરથ યાત્રા ઉલ્લાસ,
ષટ્ આવશ્યક નિત્ય કર્મ ને વૃત્ત આદિમાં દ્રઢ અભ્યાસ;
ત્યાગ સકલ સંગાદિ તણો ને ક્રોધાાદિક કષાય વિરામ,
પરમ કૃપા કરી આપ્તજનોએ શુદ્ધિ હેતુ એ કıાા તમામ. ૪.
અર્થ : — સત્ના કારણે પૂજવાયોગ્ય સત્પુરુષોની સ્તુતિ, પ્રણામ,
પૂજા, આવશ્યકોના ષટ્કને (છ આવશ્યકને), વૃત્ત આદિને દ્રઢપણે ધારણ
કરવા તે સત્ ને અર્થે તપ, તીર્થયાત્રા, સંગપ્રસંગ આદિ પરિગ્રહનો ત્યાગ,
ક્રોધ, માનાદિ કષાયોનો અભાવ આ સર્વ શુદ્ધિને માટે કારણરૂપ આપ્ત
પુરુષોએ પરમ કૃપા કરીને કહ્યું છે. ૪.
रागादिविक्रियां दृष्टवांगिनां क्षोभादि मा व्रज ।
भवे तदितरं किं स्यात् स्वच्छं शिवपदं स्मर ।।५।।
હે! જીવ ક્ષોભ ધારીશ નહિ દેખી જીવોના રાગાદિ વિકાર;
ભવમાં એ વિણ હોય અવર શું? નિજનિર્મળ શિવપદ સંભાર. ૫.
અર્થ : — જીવોની રાગાદિ વિક્રિયા જોઈને ક્ષોભ (અસ્વસ્થતા)
ન કર. સંસારમાં તે સિવાય બીજું શું હોય? નિર્મળ મોક્ષપદને યાદ
કર. ૫.
विपर्यस्तो मोहादहमिह विवेकेन रहितः
सरोगो निःस्वो वा विमतिरगुणः शक्तिविकलः ।।
सदा दोषी निंद्योऽगुरुविधिरकर्मा हि वचनं
वदन्नंगी सोऽयं भवति भुवि वैशुद्धयसुखभाग् ।।६।।