અધ્યાય-૧૩ ][ ૧૦૭
મોહવશે વિપરીતમતિ હું, મળે ન મુજમાં કાંઇ વિવેક,
હું રોગી, નિર્ધાન, મતિહીણો, બલવિહીન, સદ્ગુણ નહિ એક;
સદા દોષયુકત હીન આચારી, નિંદ્ય, પ્રમાદી, હું દીનમાત્ર,
એમ ભાવના ભાવે જગમાં, વિશુદ્ધિ સુખનો તે સત્પાત્ર. ૬.
અર્થ : — હું સંસારમાં મોહથી વિપરીત મતિને પામેલો છું,
વિવેકરહિત છું, ભવરોગયુક્ત છું, ધનરહિત છું, ચિદ્રૂપની પ્રાપ્તિ વગરનો
છું અથવા વિપરીત બુદ્ધિવાળો છું, ગુણરહિત છું, શક્તિરહિત છું, સદા
દોષવાળો, નિંદ્ય, તુચ્છ કાર્ય કરનારો, પ્રમાદી છું. આવી ભાવના કરનારો
જીવ જગતમાં વિશુદ્ધિથી પ્રગટતા સુખનો ભાગી (પાત્ર) થાય છે. ૬.
राज्ञो ज्ञातेश्च दस्योर्ज्वलनजलरिपोरीतितो मृत्युरोगात्
दोषोद्भूतेरकीर्त्तेः सततमतिभयं रैनृगोमंदिरस्य ।
चिंता तन्नाशशोको भवति च गृहीणां तेन तेषां विशुद्धं
चिद्रूपध्यानरत्नं श्रुतिजलधिभवं प्रायशो दुर्लभंस्यात् ।।७।।
(સવૈયા)
રાજા જ્ઞાતિ ચોર અગ્નિ જલ અરિ મૃત્યુ વ્યાધિા દુઃખદાય,
દોષજનિત અપયશ આદિથી ગ્હસ્થને ભય સતત સદાય;
જ્યાં પશુ નર ધાન ધાામની ચિંતા તેના નાશે શોક અપાર,
ત્યાં બોધાાબ્ધિા જ શુદ્ધ રત્ન સમ ચિદ્રૂપધયાન સુલભ નહિ ધાાર. ૭
અર્થ : — ગૃહસ્થોને રાજા તરફથી, જ્ઞાતિ તરફથી તથા ચોરથી,
અગ્નિ, પાણી અને શત્રુથી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો ઉપદ્રવ,
ઉંદરનો ઉપદ્રવ, પોપટ આદિ પક્ષીઓનો ઉપદ્રવ, સ્વસૈન્યનો ઉપદ્રવ,
પરસૈન્યનો ઉપદ્રવ વગેરેથી, મૃત્યુથી, રોગથી, દોષની ઉત્પત્તિથી,
અપયશથી, નિરંતર અત્યંત ભય, ધન, મનુષ્ય, પશુ, મકાન આદિની
ચિંતા તેના નાશમાં શોક થાય છે; તેથી તેમને શ્રુતસાગરમાંથી જન્મેલું,
નિર્મળ આત્મધ્યાનરૂપ (વિશુદ્ધ) રત્ન ઘણું કરીને દુર્લભ હોય છે. ૭.