૧૦૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
पठने गमने संगे चेतनेऽचेतनेऽपि च ।
किंचित्कार्यकृतौ पुंसा चिंता हेया विशुद्धये ।।८।।
હે આત્મન્! જો વિશુદ્ધિ ચાહે તો ચિંતા તજ શીઘા્ર તમામ,
કરવા પLન, ગમન, જMચેતન, સંગ પ્રસંગ કે કંઇ પણ કામ. ૮
અર્થ : — મનુષ્યે વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં,
ચેતન – અચેતન સંગમાં તથા કંઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજી દેવી
જોઈએ. ૮.
शुद्धचिद्रूपकस्यांशो द्वादशांगश्रुतार्णवः ।
शुद्धचिद्रूपके लब्धे तेन किं मे प्रयोजनं ।।९।।
બાર અંગ શ્રુતસાગર તે પણ નિર્મળ ચિદ્રૂપ અંશ ગણાય,
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને, તે શ્રુતનું શું કામ જરાય? ૯.
અર્થ : — બાર અંગરૂપ શ્રુતસમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં તેનું મારે શું કામ છે? ૯.
शुद्धचिद्रूपके लब्धे कर्तव्यं किंचिदस्ति न ।
अन्यकार्यकृतौ चिंता वृथा मे मोहसंभवा ।।१०।।
वपुषां कर्मणां कर्महेतूनां चिंतनं यदा ।
तदा क्लेशो विशुद्धिः स्याच्छुद्धचिद्रूपचिंतनं ।।११।।
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને કંઇ નહિ મુજ કર્તવ્ય ગણાય,
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય તે વ્યર્થ મનાય;
શરીર કર્મ કે કર્મહેતુનું ચિંતન ત્યાં છે કલેશ નિવાસ,
નિર્મલ ચિદ્રૂપનું ચિંતન ત્યાં વિશુદ્ધિ પ્રગટે આત્મિક ખાસ. ૧૦-૧૧.
અર્થ : — શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતાં કંઈ કરવાનું છે નહિ.
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય છે, તેથી મારે તે કરવી નકામી
છે. ૧૦.