અધ્યાય-૧૩ ][ ૧૦૯
જ્યારે શરીરનું, કર્મનું, કર્મના કારણોનું ચિંતન હોય છે, ત્યારે
ક્લેશ થાય છે અને જ્યારે શુદ્ધ આત્માનું ચિંતન થાય છે, ત્યારે વિશુદ્ધિ
થાય છે. ૧૧.
गृही यतिर्न यो वेत्ति शुद्धचिद्रूप लक्षणं ।
तस्य पंचनमस्कारप्रमुखस्मरणं वरं ।।१२।।
ગૃહસ્થ કે મુનિ જો જાણે નહિ નિર્મલ ચિદ્રૂપ લક્ષણ સાર,
પંચ નમસ્કૃતિ આદિ તેને સ્મરણ શ્રેÌ તો ગણ્યું હિતકાર. ૧૨.
અર્થ : — જે ગૃહસ્થ કે મુનિ શુદ્ધ ચિદ્રૂપનું લક્ષણ જાણતા નથી,
તેને પંચનમસ્કાર આદિનું સ્મરણ શ્રેષ્ઠ છે. ૧૨.
संक्लेशस्य विशुद्धेश्च फलं ज्ञात्वा परीक्षणं ।
तं त्यतेत्तां भजत्यंगी योऽत्रामुत्र सुखी स हि ।।१३।।
આ સંકલેશ અને શુદ્ધિફળ જાણે કરી પરીક્ષા સાર,
તજી સંકલેશ વિશુદ્ધિ ભજે તે ઉભય લોકમાં સુખ અપાર. ૧૩.
અર્થ : — જે જીવ સંક્લેશ અને વિશુદ્ધિનું ફળ પરીક્ષાપૂર્વક
જાણીને સંક્લેશને તજે છે અને વિશુદ્ધિને ભજે છે, તે (જીવ) આ લોકમાં
તથા પરલોકમાં સુખી થાય છે. ૧૩.
संक्लेशे कर्मणां बंधोऽशुभानां दुःखदायिनां ।
विशुद्धौ मोचनं तेषां बंधो वा शुभकर्मणां ।।१४।।
અશુભકર્મ અતિશય દુઃખદાયી બાંધો જ્યાં સંકલેશ ભજાય;
વિશુદ્ધિ ભજતાં કર્મ છૂટે સૌ અથવા માત્ર શુભ બંધાાય. ૧૪.
અર્થ : — સંક્લેશમાં દુઃખદાયક અશુભકર્મનો બંધ થાય છે,
વિશુદ્ધિમાં તે કર્મનું છૂટવું થાય છે અથવા શુભકર્મનો બંધ થાય છે. ૧૪.
विशुद्धेः शुद्धचिद्रूपसद्ध्यानं मुख्यकारणं ।
संक्लेशस्तद्विघाताय जिनेनेदं निरूपितं ।।१५।।