૧૧૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ઉત્તમ ધયાન વિમલ ચિદ્રૂપનું, વિશુદ્ધિનું એ કારણ મુખ્ય,
તેના ઘાાત બને સંકલેશે, ભાખે એમ જિનેન્દ્ર પ્રમુખ. ૧૫.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપનું ઉત્તમધ્યાન વિશુદ્ધિનું મુખ્ય કારણ છે તેના
ઘાત માટે સંક્લેશ કારણ થાય છે, જિન ભગવાને આમ કહ્યું છે. ૧૫.
अमृतं च विशुद्धिः स्यान्नान्यल्लोकप्रभाषितं ।
अत्यंतसेवने कष्टमन्यस्यास्य परं सुखं ।।१६।।
લોક કહે અમૃત તે તો નહિ, વિશુદ્ધિ એ અમૃત પ્રધાાન,
લૌકિક અતિ સેવન દુઃખદાયી, વિશુદ્ધિ અમૃત સુખદ મહાન. ૧૬.
અર્થ : — લોકમાં જે અમૃત કહેવાય છે તે કોઈ અમૃત નથી,
આત્મવિશુદ્ધિ જ અમૃત છે. અન્ય (અમૃત)ના અત્યંત સેવનમાં કષ્ટ થાય
છે, જ્યારે આ વિશુદ્ધિના સેવનથી પરમ સુખ થાય છે. ૧૬.
विशुद्धिसेवनासक्ता वसंति गिरिगह्वरे ।
विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ।।१७।।
અનુપમ રાજ્ય વિષય સુખ વૈભવ ધાન આદિ તજી થયા વિરકત,
ગિરિ ગુફામાં જઇ તે વસતા, વિશુદ્ધિ સેવનમાં આસકત. ૧૭.
અર્થ : — વિશુદ્ધિના સેવનમાં આસક્ત થયેલા જીવો અનુપમ
રાજ્ય, ઇન્દ્રિય સુખ તથા ધન તજીને પર્વતની ગુફાઓમાં વસે છે. ૧૭.
विशुद्धेश्चित्स्वरूपे स्यात् स्थितिस्तस्या विशुद्धता ।
तयोरन्योन्यहेतुत्वमनुभूय प्रतीयतां ।।१८।।
विशुद्धिः परमो धर्मः पुंसि सैव सुखाकरः ।
परमाचरण सैव मुक्तेः पंथाश्च सैव हि ।।१९।।
વિશુદ્ધિથી ચિદ્રૂપમાં સ્થિરતા સ્થિરતાથી વળી શુદ્ધિ સધાાય,
એમ પરસ્પર કારણતાનો અનુભવ કરી ધાર શ્રદ્ધામાંય. ૧૮.