Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 112 of 153
PDF/HTML Page 120 of 161

 

background image
૧૧૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :ભવસાગરમાં ડૂબતા સર્વ ભવ્યજીવો વિશુદ્ધતારૂપ
નૌકાનો જ અહીં આશ્રય લ્યો; અધિક કહેવાથી શું (લાભ)? ૨૨.
आदेशोऽयं सद्गुरूणां रहस्यं सिद्धांतानामेतदेवाखिलानां
कर्तव्यानां मुख्यकर्तव्यमेतत्कार्या यत्स्वे चित्स्वरूपे विशुद्धिः ।।२३।।
નિજ ચિદ્રૂપ વિશુદ્ધિ સાધાો, સર્વ કાર્યમાં એ જ પ્રશસ્ય,
સદ્ગુરુનો આદેશ એ જ ને, એ જ સર્વ સિદ્ધાંત રહસ્ય. ૨૩.
અર્થ :આ સદ્ગુરુઓની આજ્ઞા છે, સમસ્ત સિદ્ધાંતોનો આ જ
સાર છે, કર્તવ્યોમાં મુખ્ય કર્તવ્ય આ છે કે પોતાના ચિદ્રૂપ આત્મામાં
વિશુદ્ધિ કરવી. ૨૩.