અધયાય ૧૪ મો
[અન્ય કાર્યો કરવા છતાં પણ
શુદ્ધ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ]
नीहाराहारपानं खमदनविजयं स्वापमौनासनं च
यानं शीलं तपांसि व्रतमपि कलयन्नागमं संयमं च ।
दानं गानं जिनानां नुतिनतिजपनं मंदिरं चाभिषेकं
यात्रार्चे मूर्तिमेवं कलयति सुमतिः शुद्धचिद्रूपकोऽहं ।।१।।
(ઝૂલણા)
જ્યાં મતિમાન આહાર નીહારમાં,
વિષય – કામાદિ – જયમાં પ્રવર્તે,
શયન આસન ગમન મૌન તપ શીલ જપ,
શ્રુત વ્રત સંયમે સ્થિર વર્તે;
દાન જિન-સ્તવન વંદન અભિષેક કે,
મૂર્તિ મંદિર, પૂજા વગેરે,
જે કરે તે સદા પ્રેમથી પ્રથમ ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ હું સતત સમરે. ૧.
અર્થ : — સમ્યગ્જ્ઞાની આહાર, નીહાર, પાન, ઇન્દ્રિય અને
કામનો વિજય તથા નિદ્રા, મૌન, આસન વગેરે કરતાં, વાહન, શીલ, વ્રત,
શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ વગેરે કરતાં, દાન, ગાન, જિન ભગવાનની સ્તુતિ,
નમસ્કાર, જાપ કરતાં, મંદિર – મૂર્તિની સ્થાપના, અભિષેક, યાત્રા, પૂજા
કરતાં, પ્રતિષ્ઠા આદિ કરતાં — (દરેક કાર્ય કરતાં) હું શુદ્ધ ચિદ્રૂપ છું;
એમ ભાવે છે. ૧.