Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 114 of 153
PDF/HTML Page 122 of 161

 

background image
૧૧૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
कुर्वन् यात्रार्चनाद्यं खजयजपतपोऽध्यापनं साधुसेवां
दानौघान्योपकारं यमनियमधरं स्वापशीलं दधानः
उद्भीभावं च मौनं व्रतसमितिततिं पालयन् संयमौघं
चिद्रूपध्यानरक्तो भवति च शिवभाग् नापरः स्वर्गभाक् च
।।।।
સાધાુસેવા કરે વિષયજય મન ધારે,
પૂજના પLન પાLન કરે ત્યાં,
દાન જપ શીલ તપ મૌન યાત્રા કરે,
ભય તજે વ્રત સમિતિ ધારે ત્યાં;
પરહિતે રકત યમ નિયમ સંયમ ધારે,
ત્યાં બધાાં કાર્ય કરતાં યદિ તે,
રકત ચિદ્રૂપ ધયાને રહે તો વરે,
મુકિત, નહિ તો સુરાદિ ગતિ તે. ૨.
અર્થ :યાત્રા પૂજા આદિ કરતાં, ઇન્દ્રિયજય, તપ અને પાઠન
કરતાં, સાધુસેવા, દાન અને અન્ય ઉપકાર કરતાં, યમ નિયમ ધરતાં,
શીલ ધારણ કરતાં, નિર્ભયપણું, મૌન કે વ્રતસમિતિપણું ધારણ કરતાં,
સંયમસમૂહનું પાલન કરતાં (આ બધા કાર્યો વખતે પણ) જે જીવ
આત્મધ્યાનમાં રક્ત રહે છે તે મોક્ષનું પાત્ર બને છે, બીજો નહિ.
(બીજો) સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ૨.
चित्तं निधाय चिद्रूपे कुर्याद् वागंगचेष्टितं
सुधीर्निरंतरं कुंभे यथा पानीयहारिणी ।।।।
ચિત્ત ચિદ્રૂપમાં સ્થાપી નિશદિન બધાાં,
કાર્ય તન વચનથી સુજ્ઞ કરતા;
શીર્ષ પર કુંભમાં ચિત્ત પનિહારીનું
જેમ હસતાં, જતાં, વાત કરતાં. ૩.
અર્થ :જેમ પનિહારી ઘડામાં ચિત્ત રાખીને ગમન, વચનોચ્ચાર
આદિ ક્રિયા કરે છે, તેમ સુજ્ઞજન નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપીને વાણી
અને શરીરની ક્રિયા કરે છે. ૩.