અધ્યાય-૧૪ ][ ૧૧૫
वैराग्यं त्रिविधं प्राप्य संगं हित्वा द्विधा ततः ।
तत्त्वविद्गुरुमाश्रित्य ततः स्वीकृत्य संयमं ।।४।।
अधीत्य सर्वशास्त्राणि निर्जने निरुपद्रवे ।
स्थाने स्थित्वा विमुच्यान्यचिंतां धृत्वा शुभासनं ।।५।।
पदस्थादिकमभ्यस्य कृत्वा साम्यावलंबनं ।
मानसं निश्चलीकृत्य स्वं चिद्रूपं स्मरंति ये ।।६।।त्रिकलं ।।
पापानि प्रलयं यांति तेषामभ्युदयप्रदः ।
धर्मो विवर्द्धते मुक्तिप्रदो धर्मश्च जायते ।।७।।
પામી વૈરાગ્ય મન વચનને કાયથી,
બાıા અંતર તજી સંગ જ્યારે,
તત્ત્વજ્ઞાની ગુરુના શરણમાં જઇ,
સંયમાદિ સ્વહિતને સ્વીકારે. ૪.
સર્વ શાસ્ત્રો ભણી, નિરુપદ્રવ નિર્જને,
સ્થાનમાં સ્થિરતાને કરીને,
અન્ય ચિંતા તજી દ્રઢ શુભાસન ધારી,
ધયાન ઉત્તમ પદસ્થાદિ ધારીને; ૫.
સામ્ય અવલંબને અચલ મનને કરી,
જે સ્મરે નિજ ચિદ્રૂપ તેને,
પાપક્ષય થાય ને અભ્યુદય ધાર્મની
વૃદ્ધિ, વળી મુકિતપ્રદ ધાર્મ જન્મે. ૬-૭.
અર્થ : — જે પુરુષો મન, વચન, કાયાથી ત્રણ પ્રકારે વૈરાગ્ય
પામીને પછી બાહ્ય અને અંતર એમ બે પ્રકારના સંગને તજીને, તત્ત્વજ્ઞ
સદ્ગુરુનું શરણ ગ્રહણ કરીને પછી સંયમ અંગીકાર કરી, સર્વ શાસ્ત્રોનું
અધ્યયન કરીને, નિર્જન ઉપદ્રવરહિત સ્થાનમાં રહીને, ચિંતા ત્યજીને
શુભ દ્રઢ આસન ધારણ કરી, પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનનો અભ્યાસ
કરીને, સમતાનું અવલંબન લઈને, મનને નિશ્ચળ કરીને પોતાના શુદ્ધ