૧૧૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આત્મ-સ્વરૂપને સ્મરે છે તેમનાં પાપનો નાશ થાય છે, સ્વર્ગ આદિ
સંપત્તિ આપનાર ધર્મ વધે છે અને મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય
છે. ૪-૫-૬-૭.
वार्वाताग्न्यमृतोषवज्रगरुडज्ञानौषधेभारिणा
सूर्येण प्रियभाषितेन च यथा यांति क्षणेन क्षयं ।
अग्न्यब्दागविषं मलागफ णिनोऽज्ञानं गदेभव्रजाः
रात्रिवर्रैमिहावनावघचयश्चिद्रूपसंचिंतया ।।८।।
નષ્ટ ક્ષણમાં કરે જેમ જલ અનલને,
મેઘાને પવન, અગ્નિ તરુને,
વેરને પ્રિયભાષણ, સુધાા વિષને,
સર્પને ગરુM કે વજા ગિરિને;
જ્ઞાન અજ્ઞાનને, ઔષધિા રોગને,
રાત્રિને રવિ હણે, સિંહ ગજને,
તેમ ચિદ્રૂપ – ચિંતન અહા વિશ્વમાં!
ક્ષય કરે શીઘા્ર સૌ અઘાસમૂહને. ૮.
અર્થ : — જેમ આ પૃથ્વી ઉપર પાણી અગ્નિને, પવન મેઘને,
અગ્નિ વૃક્ષને, અમૃત વિષને, સાબુ (ક્ષાર) મેલને, વજ્ર પર્વતને, ગરુડ
સર્પને, જ્ઞાન અજ્ઞાનને, ઔષધ રોગને, સિંહ હાથીઓને, સૂર્ય રાત્રિને
અને પ્રિયભાષણ વેરને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે તે પ્રમાણે
આત્માના શાંત ચિંતવનથી પાપનો સંચય ક્ષણમાત્રમાં ક્ષય પામે છે.
वर्द्धंते च यथा मेघात्पूर्वं जाता महीरुहाः ।
तथा चिद्रूपसद्धयानात् धर्मश्चाभ्युदयप्रदः ।।९।।
તરુવરો પ્રથમથી હોય ઉગેલ તે
મેઘાવૃષ્ટિ થતાં વૃદ્ધિ પામે,
તેમ ચિદ્રૂપ સદ્ધયાનથી ધાર્મ જે
અભ્યુદયદાયી તે વૃદ્ધિ પામે. ૯.