અધ્યાય-૧૪ ][ ૧૧૭
અર્થ : — જેમ પહેલાં ઉગેલાં વૃક્ષો મેઘવૃષ્ટિથી વધી જાય છે,
તેમ શુદ્ધ આત્માના ધ્યાનથી કલ્યાણ આપનાર ધર્મ વૃદ્ધિ પામે છે. ૯.
यथा बलाहकवृष्टेर्जायंते हरितांकुराः ।
तथा मुक्तिप्रदो धर्मः शुद्धचिद्रूपचिंतनात् ।।१०।।
મેઘાવૃષ્ટિ થતાં ભૂમિમાંથી યથા,
નવીન અંકુર બહુ ઉગી નીકળે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન થકી ઉપજે,
મુકિતપ્રદ ધાર્મ ત્યમ ચિત્ત વિમલે. ૧૦.
અર્થ : — જેમ મેઘ વૃષ્ટિ થતાં (ભૂમિમાંથી) લીલા અંકુરો ઉગી
નીકળે છે, તેમ શુદ્ધ આત્માના ચિંતવનથી મુક્તિ આપનાર ધર્મ પ્રગટ
થાય છે. ૧૦.
व्रतानि शास्त्राणि तपांसि निर्जने निवासमंतर्बहिः संगमोचनं ।
मौनं क्षमातापनयोगधारणं चिश्चिंतयामा कलयन् शिवं श्रयेत् ।।११।।
શાસ્ત્ર વ્રત તપ ક્ષમા, વાસ નિર્જન સ્થળે,
બાıા અંતર તજી સંગને જો;
મૌન આતાપના યોગ ધારતાં ય જો,
ચિંતવે સ્વરુપમુકિત વરે તો. ૧૧.
અર્થ : — વ્રતો પાળતાં, શાસ્ત્રો વાંચતાં, તપ કરતાં, નિર્જન
સ્થાનમાં વસતાં, અંતરંગ અને બાહ્ય સંગનો ત્યાગ કરતાં, મૌન પામતાં,
ક્ષમા આતાપન યોગ ધારણ કરતાં, આત્મચિંતન સાથે આ બધાં કાર્યો
કરવામાં આવતાં (જીવ) મોક્ષ પામે છે. ૧૧.
शुद्धचिद्रूपके रक्तः शरीरादिपराङ्मुखः ।
राज्यं कुर्वन्न बंधेत कर्मणा भरतो यथा ।।१२।।
દેહ ગેહાદિથી થઇ ઉદાસીન જે
શુદ્ધ ચિદ્રૂપમાં રકત નિત્યે,