Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 119 of 153
PDF/HTML Page 127 of 161

 

background image
અધ્યાય-૧૪ ][ ૧૧૯
કરાયેલો, દોરડા આદિથી બંધાયેલો (જીવ પણ) પોતાના આત્માનું
સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી ક્ષુધા
વડે, ઠંડીથી, તૃષાથી, તાપથી વ્યાકુળ ચિત્તવાળો જીવ પણ દુઃખી
થતો નથી. ૧૪-૧૫.
हर्षो न जायते स्तुत्या विषादो न स्वनिंदया
स्वकीयं शुद्धचिद्रूपमन्वहं स्मरतोंऽगिनः ।।१६।।
લોક નિજ સ્તુતિ કરે, હર્ષ ના થાય ત્યાં,
ખેદ નહિ કોઇ નિંદા કરે ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ભિન્ન એ સર્વથી,
એમ મતિમાન નિશદિન સ્મરે જ્યાં. ૧૬.
અર્થ :પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રતિદિન સ્મરતા જીવોને
પોતાની પ્રશંસાથી હર્ષ થતો નથી, પોતાની નિંદાથી ખેદ થતો નથી. ૧૬.
रागद्वेषो न जायेते परद्रव्ये गतागते
शुभाशुभेंऽगिनः शुद्धचिद्रूपासक्तचेतसः ।।१७।।
न संपदि प्रमोदः स्यात् शोको नापदि धीमतां
अहो स्वित्सर्वदात्मीयशुद्धचिद्रूपचेतसां ।।१८।।
સર્વ પરદ્રવ્ય જે શુભ અશુભ કાંઇ પણ,
પ્રાપ્તિ અપ્રાપ્તિ તેની થતાં તો;
શુદ્ધ ચિદ્રૂપમાં ચિત્ત આસકતને,
રાગ કે દ્વેષ નહિ જન્મતા જો. ૧૭.
અહો! સંપત્તિમાં હર્ષ જેને નહિ,
તેમ નહિ શોક આપત્તિમાંહી;
નિત્ય નિજ વિમલ ચિદ્રૂપમાં ચિત્ત તે,
સર્વ ધાીમંત કૃતકૃત્ય ત્યાંહી. ૧૮.
અર્થ
:શુદ્ધ ચિદ્રૂપમાં જેમનું ચિત્ત આસક્ત છે એવા જીવોને