૧૨૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
સારા કે ખરાબ પર દ્રવ્યના જવા – આવવાથી (સંયોગ કે વિયોગ થવાથી)
રાગ-દ્વેષ થતા નથી. ૧૭.
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિત્તને સર્વદા એકાગ્ર કરનાર
બુદ્ધિમાનોને અહો આશ્ચર્યની વાત છે, કે સંપત્તિમાં હર્ષ થતો નથી (કે)
આપત્તિમાં શોક થતો નથી. ૧૮.
स्वकीयं शुद्धचिद्रूपं ये न मुंचंति सर्वदा ।
गच्छंतोऽप्यन्यलोकं ते सम्यगभ्यासतो न हि ।।१९।।
तथा कुरु सदाभ्यासं शुद्धचिद्रूपचिंतने ।
संक्लेशे मरणे चापि तद्विनाशं यथैति न ।।२०।।
જે જનો સ્વકીય ચિદ્રૂપ નિર્મલ કદી,
ના તજે પણ ભજે સર્વદા તે,
અચલ અભ્યાસ સમ્યક્ થકી ના છૂટે,
જાય પરલોકમાં પણ યદા તે.
શુદ્ધ ચિદ્રૂપ – ચિંતન વિષે સર્વદા,
તેથી અભ્યાસ એવો કરો કે;
દુઃખ સંકલેશ કે મરણ પણ આવતાં,
તે ચળે ના અચળતા ધારો એ. ૧૯-૨૦.
અર્થ : — જે જીવો પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને હંમેશાં છોડતાં
નથી, તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતાં પણ
ખરેખર છોડતા નથી. ૧૯.
શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંક્લેશમાં
તથા મરણમાં પણ તે વિનાશ પામે નહિ. ૨૦.
वदन्नन्यैर्हसन् गच्छन् पाठयन्नागमं पठन् ।
आसनं शयनं कुर्वन् शोचनं रोदनं भयं ।।२१।।