અધ્યાય-૧૪ ][ ૧૨૧
भोजनं क्रोधलोभादि कुर्वन् कर्मवशात् सुधीः ।
न मुंचति क्षणार्द्धं स शुद्धचिद्रूपचिंतनं ।।२२।।
અન્યની સાથે કંઇ વાત કરતાં જતાં,
પLન પાLન તથા હાસ્ય કરતાં;
કર્મને વશ વળી ખાનપાનાદિ કે,
ક્રોધા લોભાદિ પરભાવ ભજતાં;
શુદ્ધ ચિદ્રૂપ – ચિંતન કદી પણ નહ{,
અર્ધા ક્ષણ માત્ર ધાીમંત તજતા. ૨૧-૨૨.
અર્થ : — સમ્યક્જ્ઞાની બીજાઓ સાથે બોલતાં, હસતાં, જતાં,
(બીજાઓને) શાસ્ત્ર ભણાવતાં કે ભણતાં, આસન શયન કરતાં, કર્મવશે
શોક, રુદન, ભય, ભોજન કે ક્રોધ લોભાદિ કરતાં (છતાં પણ) શુદ્ધ
ચિદ્રૂપનાં ચિંતનને તે અર્ધી ક્ષણ માટે પણ છોડતો નથી. ૨૧-૨૨.