અધયાય ૧૫ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે
પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ ]
गृहं राज्यं मित्रं जनकअननीं भ्रातृपुत्रं कलत्रं
सुवर्णं रत्नं वा पुरजनपदं वाहनं भूषणं वै ।
खसौख्यं क्रोधाद्यं वसनमशनं चित्तवाक्कायकर्म-
त्रिधा मुंचेत् प्राज्ञः शुभमपि निजं शुद्धचिद्रूपलब्ध्यै ।।१।।
(હરિગીત છંદ)
ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભ્રાત માત પિતા ભલાં,
આહાર વાહન વસ્ત્રભૂષણ રત્ન પુરજન નિજ મªયાં;
£ન્દ્રિય સુખ ક્રોધાાદિ ભાવો વચન તન મનથી ત્રિધાા,
તે સર્વ ચિદ્રૂપ પ્રાપ્તિ માટે પ્રાજ્ઞ ત્યાગે સર્વથા. ૧.
અર્થ : — જ્ઞાની અનુકૂળ છતાં પોતાનાં ઘર, રાજ્ય, મિત્ર, પિતા
માતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, સુવર્ણ, રત્ન તથા નગર, દેશ, વાહન, ભૂષણ,
ઇન્દ્રિયસુખ, ક્રોધાદિ કષાય ભાવ, વસ્ત્ર, ભોજનનો મન, વચન, કાયાએ
કરી (ત્રણ પ્રકારે) શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ત્યાગ કરે છે. ૧.
सुतादौ भार्यादौ वपुषि सदने पुस्तक धने
पुरादौ मंत्रादौ यशसि पठने राज्यकदने ।
गवादौ भक्तादौ सुहृदि दिवि वाहे खविषये
कुधर्मे वांछा स्यात् सुरतरुमुखे मोहवशतः ।।२।।
સ્ત્રી, પુત્ર પુત્રી શરીર પુસ્તક ધાામ ધાન આદિ વિષે,
પુર મંત્ર યશ પાLન પLન કે રાજ્ય વિગ્રહમાં દીસે;