અધ્યાય-૧૫ ][ ૧૨૩
આહાર વાહન મિત્ર સુર કે વિષયસુખ સુરદ્રુમમાં,
વાંછા થતી તે મોહવશથી, તેમ વળી કુધાર્મમાં. ૨.
અર્થ : — મોહને વશ થવાથી પુત્ર – પુત્રી આદિમાં, સ્ત્રી આદિમાં,
શરીરમાં, મકાનમાં, પુસ્તકોના સમૂહમાં, નગર આદિમાં, મંત્ર આદિમાં,
યશમાં, ભણવામાં, રાજ્યમાં, યુદ્ધમાં, ગાય – બળદ આદિ પશુમાં, ભોજન
આદિમાં, મિત્રમાં, સ્વર્ગમાં, વાહનમાં, ઇન્દ્રિયના વિષયોમાં,
મિથ્યાત્વયુક્ત કુધર્મમાં, કલ્પવૃક્ષ આદિમાં વાંછા થાય (છે). ૨.
किं पर्यायैविभावैस्तव हि चिदचित्तां व्यंजनार्थाभिधानैः
रागद्वेषाप्तिबीजैर्जगति परिचितैः कारणैः संसृतेश्च ।
मत्वैवं त्वं चिदात्मन् परिहर सततं चिंतनं मंक्षु तेषां
शुद्धे द्रव्ये चिति स्वे स्थितिमचलतयांतर्दृशा संविधेहि ।।३।।
સૌ દ્રવ્ય ગુણ પર્યાય જM ચેતનતણા વિભાવ જે,
રાગાદિને ભવહેતુનું શું કામ? જગ પરિચિત એ;
એ માન્ય કરી તજ શીઘા્ર ચિંતન રે! ચિદાત્મન્ ચિત્તથી!
નિજ શુદ્ધ ચિદ્દ્રવ્યે સ્થિતિ કર અચળ અંતરદ્રષ્ટિથી. ૩.
અર્થ : — ચૈતન્ય અને જડના વ્યંજન અને અર્થ (પર્યાય) નામના
અવસ્થાઓથી — (કે જે) રાગ-દ્વેષ થવાનાં મૂળ કારણો છે, એમનાથી
જગતમાં ચિર પરિચિત અને સંસારના કારણરૂપ એવા વિભાવ પર્યાયોથી
તારે શું પ્રયોજન છે? આમ જાણીને હે ચિદાત્મન્! તું તેમનું નિરંતર
ચિંતન શીઘ્ર તજી દે. (અને) પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં અંતર્દ્રષ્ટિથી
અચળપણે સ્થિરતા ધારણ કર. ૩.
स्वर्णैरत्नैर्गृहैः स्त्रीसुतरथशिविकाश्वेभमृत्यैरसंख्यै –
र्भूषावस्त्रैः स्रगाद्येर्जनपदनगरैश्चाभरैः सिंहपीठैः ।
छत्रैरस्त्रैर्विचित्रैर्वरतरशयनैर्माजनैर्भोजनैश्च
लब्धैः पांडित्यमुख्यैर्न भवति पुरुषो व्याकुलस्तीव्रमोहात् ।।४।।