૧૨૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
રથ અશ્વ ગજ કિંકર કનક, ગ્હ રત્ન સ્ત્રી સુત શિબિકા,
ચામર સિંહાસન છત્ર ભૂષણ – વસ્ત્ર જનપદ નગરી વા;
uાગ અસ્ત્ર સુંદર શયન ભોજન, વિદ્વતા, ફાંસી મહા,
ત્યાં પુરુષ વ્યાકુલ ના બને, શું તીવ્ર મોહ મહાત્મ્ય હા! ૪.
અર્થ : — પુરુષ (જીવ) તીવ્ર મોહને કારણે સુવર્ણ, રત્નો, મકાનો,
સ્ત્રી, પુત્ર, રથ, પાલખી, અશ્વ, ગજ, નોકરો, અસંખ્ય વસ્ત્રાભૂષણો,
માળા આદિ દેશ, નગર આદિ, ચામરો, સિંહાસનો, છત્રો, વિધવિધ
અસ્ત્રો, ઉત્તમ શયનો, ભોજનો, વાસણો તથા પાંડિત્ય વગેરેની પ્રાપ્તિ
કરવામાં વ્યાકુળ થતો નથી. ૪.
रैगोभार्याः सुताश्वा गृहवसनरथाः क्षेत्रदासीभशिष्याः
कर्पूराभूषणाद्यापणवनशिबिका बंधुमित्रायुधाद्याः ।
मंचा वाप्यादि भृत्यातपहरणखगाः सूर्यपात्रासनाद्याः
दुःखानां हेतवोऽमी कलयति विमतिः सौख्यहेतून् किलैतान् ।।५।।
ધાન ધોનુ સ્ત્રીસુત અશ્વ ગૃહ રથ વસ્ત્ર દાસી શિષ્ય વા,
કર્પૂર ભૂષણ શિબિકા ઉદ્યાન આસન વ વાપિકા;
આયુધા છત્ર પલંગ ભાજન ભૃત્ય મિત્ર દુકાનને,
સુખહેતુ મૂઢ મતિ ગણે હા! સર્વ દુઃખ – નિદાનને. ૫.
અર્થ : — ધન, સુવર્ણ, ગાય અને સ્ત્રી, પુત્ર, પુત્રી તથા અશ્વો,
ગૃહ, વસ્ત્ર અને રથ, જમીન, દાસી, હાથી, શિષ્યો, કપૂર, ભૂષણ, દુકાન,
વન, ઉપવન, પાલખી, ભાઈ, મિત્ર, આયુધાદિ, મંડપ – પલંગ, વાવ આદિ
નોકર, છત્રી, છત્ર, પક્ષી, સૂર્ય, પાત્ર, આસન આદિ; આ (બધા)
દુઃખોનાં કારણ છે (તોપણ) વિપરીત બુદ્ધિવાળો (અજ્ઞાની) એ સઘળાને
ખરેખર સુખનાં કારણ માને છે. ૫.
हंस ! स्मरसि द्रव्याणि पराणि प्रत्यहं यथा ।
तथा चेत् शुद्धचिद्रूपं मुक्तिः किं ते न हस्तगा ।।६।।